Homeગુર્જર નગરીરાજ્યમાં રોજ 9 બાળક ગુમ થાય છે ! 3 વર્ષમાં 10 હજાર...

રાજ્યમાં રોજ 9 બાળક ગુમ થાય છે ! 3 વર્ષમાં 10 હજાર બાળકો ગુમ થયા, સરકાર કહે છે, બાળકોને શોધવા અલગ-અલગ ટીમ બનાવી તપાસ કરાય છે

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં રોજ 9 બાળક ગુમ થાય છે, 3 વર્ષમાં 10 હજાર બાળક ગુમ થયાં, એક વર્ષમાં સૌથી વધુ સુરતમાં 629 બાળક ગુમ થયાં છે. રાજ્યમાં છેલ્લાં ત્રણ વર્ષમાં 10 હજાર 92 બાળકો ગુમ થયાં હતાં, જે પૈકી 9085 બાળક પરત મળી આવ્યાં હતાં. હજી 1007 બાળકનો આજદિન સુધી કોઈ જ પત્તો નથી.  ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકારે ગુમ થયેલાં બાળકોની આ માહિતી આપી હતી. કોંગ્રેસના ધારાસભ્યોના સવાલના લેખિતમાં વર્ષ 2019થી 2021 સુધીના આ આંકડા રાજ્ય સરકારે આપ્યા છે. સરકારનું કહેવું છે કે બાળકોને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરવામાં આવે છે.

વર્ષ 2021માં સુરત શહેરમાં 629, અમદાવાદ શહેરમાં 338 અને ત્યાર બાદ ગાંધીનગરમાં 142 બાળક ગુમ થયાં હતાં. આ જ અરસામાં સુરતમાંથી 506, અમદાવાદ શહેરમાં 293 અને ગાંધીનગરમાં 117 બાળક પરત મળ્યાં હતાં. વડોદરા શહેરમાં 104, મહેસાણા જિલ્લામાં 123, બનાસકાંઠામાં 104, ખેડા જિલ્લામાં 121, દાહોદ જિલ્લામાં 132, ભરૂચ જિલ્લામાં 131 બાળકો ગુમ થયાં હતાં.

shreeji dhosa

સરકારનું કહેવું છે કે બાળકોને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરવામાં આવે છે. ચિલ્ડ્ર્ન હોમમાં નિયમિત તપાસ કરાય છે. મિસિંગ સેલ અને સીઆઈડી ક્રાઈમ દ્વારા પણ ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે. બાળકોને શોધી કાઢવા માટે અવારનવાર ઉપરી અધિકારી દ્વારા આદેશો કરવામાં આવે છે.

shreeji dhosa

વિધાનસભામાં ગૃહ વિભાગે માહિતી રજૂ કરી છે કે વર્ષ 2020માં ગુજરાતમાં કુલ મળીને 7673 મહિલા કોઇ ને કોઇ કારણોસર ગુમ થઇ હતી, જેમાંથી 6528 મહિલા પરત આવી હતી. રાજ્યમાંથી 1145 મહિલા ગાયબ છે. એક જ વર્ષમાં અમદાવાદમાં 1870 મહિલા ગુમ થઇ હતી, જેમાંથી 974 મહિલાનો પરત મળી આવી હતી. તો સુરતમાં 12166 મહિલા ગુમ થઇ, જેમાંથી 988ની કોઈ ભાળ મળી નથી. વડોદરામાં 327 મહિલા ગુમ થઇ, જેમાંથી 291 મહિલા મળી આવી હતી. મહેસાણામાં 296 મહિલાઓ ગુમ થઇ તે પૈકી 272 મહિલાઓનો શોધવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments