Homeગામનાં ચોરેજેની સાથે ટીના ડાબી વેવિશાળ કરી રહી છે તેના પર લાગ્યો હતો...

જેની સાથે ટીના ડાબી વેવિશાળ કરી રહી છે તેના પર લાગ્યો હતો ભ્રષ્ટાચારનો આરોપ, ACBએ આ કેસમાં કરી હતી બે કલાક પૂછપરછ

Team Chabuk-National Desk: પોતાની અંગત જિંદગીના કારણે ચર્ચામાં રહેતી મહિલા IAS અધિકારી ટીના ડાબી એક વખત ફરી સમાચારમાં છે. 2016માં યુપીએસસી બેન્ચની ટોપર ટીના ડાબી બીજી વખત પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહી છે. તેણી પ્રદીપ ગવાંડે સાથે વેવિશાળ કરશે. બંનેએ સગાઈ કરી લીધી છે અને આ વાતની જાણકારી પોતાના ઈન્સ્ટાગ્રામ મારફતે લોકોને આપી હતી. એવામાં અધિકારી પ્રદીપ ગવાંડે કોણ છે તેના વિશે જાણીએ.

DHOSA

મહારાષ્ટ્રના રહેવાસી પ્રદીપ ગવાંડે 2013ની બેચના રાજસ્થાનના કેડર આઈએએસ અધિકારી છે. હાલ તેઓ જયપુરમાં જ ફરજ બજાવી રહ્યા છે અને રાજસ્થાનની આર્કિયોલોજી એન્ડ મ્યુઝિયમ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર છે. પ્રદીપ આઈએએસ અધિકારી ટીના ડાબીથી ત્રણ વર્ષ સિનિયર છે અને તેના પણ આ બીજા લગ્ન છે.

DHOSA

પ્રદીપ ગવાંડેનો જન્મ 9 ડિસેમ્બર 1980માં મહારાષ્ટ્રમાં થયો હતો. એ ટીના ડાબી કરતા 13 વર્ષ મોટા છે. ટીના ડાબીનો જન્મ 9 નવેમ્બર 1993માં થયો હતો. ટીનાએ 23 વર્ષની વયે યુપીએસસી ટોપ કર્યું હતું. પ્રદીપ ગવાંડે આઈએએસ ઓફિસર બનતા પહેલા એમબીબીએસ ડોક્ટર હતા. રાજસ્થાનના કેટલાય જિલ્લાઓમાં કલેક્ટર તરીકેને સેવા પણ આપી ચૂક્યો છે.

DHOSA

પ્રદીપ ગવાંડે પર ભ્રષ્ટાચારનો પણ આરોપ લાગી ચૂક્યો છે. આરએસએલડીસીમાં એમડી રહેતા ભ્રષ્ટાચારના કેસમાં તેમનું નામ ઉછળ્યું હતું. એન્ટી કરપ્શન બ્યૂરોએ તેમના પર કેસ પણ ફાઈલ કર્યો હતો. પ્રદીપ સિવાય અન્ય આઠ લોકોની વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો હતો. સપ્ટેમ્બર 2021માં એન્ટી કરપ્શન બ્યૂરોની ટીમે તેમની બે કલાકથી વધારે સમય પૂછપરછ કરી હતી. એસીબીની નોંધાયેલી ફર્સ્ટ ઈન્ફોર્મેશન રિપોર્ટના આધારે અધિકારી પહેલા કૌશલ વિકાસ યોજનાઓ ચલાવનારા ટ્રેનિંગ સેન્ટર્સને બ્લેકલિસ્ટ કરતા હતા, એ પછી બ્લેકલિસ્ટમાંથી તેમને હટાવવાનો વાટાઘાટો કરવામાં આવતો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments