Homeગુર્જર નગરીઅમદાવાદ: વસ્ત્રાપુર તળાવમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો પાણી ન આપ્યું તો પાવડાના...

અમદાવાદ: વસ્ત્રાપુર તળાવમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો પાણી ન આપ્યું તો પાવડાના ઘા ઝીંક્યા

Team Chabuk-Gujarat Desk: અમદાવાદના વસ્ત્રાપુર તળાવમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આ કેસમાં એક નેપાળના શખ્સને ઝડપી લીધો છે. આરોપીની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે, યુવકે આરોપીને પીવાનું પાણી ન આપતા તેને યુવકને મોતને ઘાટ ઉતારી દીધો.

અમદાવાદના વસ્ત્રાપુર તળાવમાં મજૂરીકામ અને ચોકીદારીનું કામ કરતા વ્યક્તિની હત્યા કરી આરોપી ફરાર થઇ ગયો હતો. આરોપીએ પાવડાના 10થી 11 ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યાના હચમચાવી દેતા સીસીટીવી પણ સામે આવ્યા હતા.

સીસીટીવીના આધારે ઝોન-1 LCBએ હત્યા કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીને પાણી નહીં આપતા હત્યા કરી હોવાનું કબૂલાત કરી છે.
પિઝા શોપમાં કામ કરીને રહેતા રામરતન મુખીયા નામના આરોપીએ મૃતક લાલા સંગાડાને પાણી અંગે પૂછ્યું હતું. ત્યારે લાલા સંગાડાએ ખાટલામાં સુતા સુતા જ રામ રતનને અપશબ્દો બોલ્યાનો દાવો છે. જેથી ગુસ્સામાં જ રામરતને પાવડાના ઘા મારી હત્યા કરી દીધી હતી. મૃતક 10 દિવસ અગાઉથી જ કામ માટે આવ્યો હતો. જ્યારે આરોપી પણ 9 દિવસથી કામ માટે નેપાળથી અમદાવાદ આવ્યો હતો.

પાવડાના 11 ઘા માર્યા બાદ આરોપી શાંતિથી પાવડો લઈને જતો પણ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. આરોપી મૂળ નેપાળનો વતની છે અને અમદાવાદ શહેરમાં એક પિઝા શોપમાં નોકરી કરતો હતો. હત્યા બાદ પણ તે નોકરી પર જતો રહ્યો હતો.

જો કે, એલસીબીની ટીમે ગણતરીની કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલ્યો હતો અને આરોપીને ઝડપી લીધો હતો. હાલ પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments