Homeગુર્જર નગરીઅમેરિકામાં ગુજરાતી દંપતીની હત્યા, ઘરમાં જ ગોળી મારવામાં આવી

અમેરિકામાં ગુજરાતી દંપતીની હત્યા, ઘરમાં જ ગોળી મારવામાં આવી

Team Chabuk-Gujarat Desk: અમેરિકામાં વધુ એક ગુજરાતી પરિવારની હત્યા કરવામાં આવી છે. અરવલ્લીના વેપારી દંપતીની અમેરિકામાં હત્યા કરવામાં આવી છે. ગત 6 ફેબ્રુઆરીના રોજ અમેરિકામાં મોટેલ ચલાવતા દંપતીની હત્યા નિપજાવવામાં આવી છે. વેપારીની હત્યાથી અરવલ્લીમાં રહેતા તેઓના સગા સંબંધીઓ અને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ હત્યા અંગત અદાવતમાં થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે હત્યાનું સાચું કારણ જાણવા માટે પોલીસ હાલ તપાસ કરી રહી છે.

મળતી વિગતો પ્રમાણે અરવલ્લીના મેઘરજના મોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા રજનીકાંત વલ્લભદાસ શેઠ અને તેમના પત્ની નિરીક્ષાબેનની હત્યા કરવામાં આવી છે. બનાવ અંગે માહિતી મળતા તેમના પરિવારજનો અમેરિકા જવા માટે રવાના થયા છે. મોટેલ ચલાવતા દંપતીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

રજનીકાંત શેઠ ગત મહિને જ ભારત આવીને અમેરિકા ગયા હતા. તેમની સાથે અગાઉ મોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો સાથે કોઈ બાબતે ખટરાગ થયાની વિગતો પણ સામે આવી રહી છે. આવામાં જૂની અદાવતમાં જ તેમની હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

દંપતીની અમેરિકામાં તેમના ઘરે જ ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સ્થાનિક લોકોની પજવણીના કારણે તેમણે મોટેલ વેચી દેવાની ફરજ પડી હતી, પરંતુ આમ છતાં તેમના પર અદાવત રાખીને રજનીકાંત શેઠ અને તેમના પત્ની નીરિક્ષાબેનની હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments