Homeગામનાં ચોરેહીટ એન્ડ રન: કાળ બનીને ત્રાટક્યો ટ્રક, સ્કૂલેથી ઘરે પરત જઈ રહેલા...

હીટ એન્ડ રન: કાળ બનીને ત્રાટક્યો ટ્રક, સ્કૂલેથી ઘરે પરત જઈ રહેલા 7 માસૂમના મોત

Team Chabuk-National Desk: છત્તીસગઢના કાંકેર જિલ્લામાં ગમખ્વાર અકસ્માતમાં 7 બાળકોના કમકમાટીભર્યા મોત થયા છે. જ્યારે 2 બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, રિક્ષાનો બૂકડો બોલી ગયો.

મળતી માહિતી મુજબ બાળકો સ્કૂલેથી છૂટી ઓટોમાં ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ચીલ્હાટી ચોકડી પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે સામેથી ઓટોને ટક્કર મારી હતી. જેમાં ઓટો રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. દુર્ઘટનામાં 5 બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે બે બાળકોએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો. આ અકસ્માતમાં ઓટો ચાલકને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. તેની હાલત પણ નાજુક છે.

અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર ફરાર છે. માસૂમોના અચાનક મોતથી તેમના પરિવારજનો શોકમાં ગરકાવ છે. બીજી તરફ ઈજાગ્રસ્ત બે બાળકોની તબિયત પણ અત્યંત ગંભીર છે.

દુર્ઘટના અંગે છત્તીસગઢના મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું કે કાંકેર જિલ્લાના કોરર ચિલ્હાટી ચોક પર ઓટો અને ટ્રક વચ્ચે અથડામણને કારણે થયેલા અકસ્માતમાં 5 સ્કૂલના બાળકોના અચાનક મૃત્યુના સમાચાર ખૂબ જ દુઃખદ છે. 4 બાળકો ગંભીર રીતે ઘાયલ, આરોગ્ય વિભાગ દ્વારા શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે. ભગવાન પરિવારના સભ્યોને હિંમત આપે. વહીવટીતંત્રને શક્ય તમામ મદદ માટે સૂચના આપવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments