Homeદે ઘુમા કેચૈન્નઈને દિલ્હીના આ ખેલાડીનો એક કેચ છોડવો મોંઘો પડી ગયો

ચૈન્નઈને દિલ્હીના આ ખેલાડીનો એક કેચ છોડવો મોંઘો પડી ગયો

Team Chabuk-Sports Desk: આઈપીએલ 2021ની 50મી મેચમાં દિલ્હી કેપિટલ્સે ચૈન્નઈ સુપર કિંગ્સને ત્રણ વિકેટથી પરાજય આપ્યો હતો. ટોસ જીતી પ્રથમ બેટીંગ કરતા ચૈન્નઈની ટીમે વીસ ઓવરમાં પાંચ વિકેટના નુકસાન પર 136 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીની ટીમે 19.4 ઓવરમાં સાત વિકેટના નુકસાન પર 139 રન કરી મેચ પોતાના નામે કરી લીધી હતી. ધોનીની ટીમને શિમરૉન હેટમાયરનો કેચ છોડવો ભારે પડી ગયો હતો અને મેચમાં ટર્નિંગ પોંઈન્ટ આવી ગયો હતો.

18મી ઓવરમાં ડ્વેઈન બ્રાવોની બોલ પર કૃષ્ણગપ્પા ગૌતમે હેટમાયરનો સરળ કેચ છોડી દીધો હતો. કેચ છૂટ્યો તો હતો પણ બોલ ક્ષેત્ર રેખાની બહાર ચાલ્યો ગયો હતો. અને દિલ્હીની ટીમને ચાર રન મળ્યા હતા. જીતની સાથે દિલ્હી પોંઈન્ટ ટેબલમાં ટોચના સ્થાન પર આવી ગઈ છે. ટીમના 13 મેચમાં વીસ પોંઈન્ટ છે. બીજી બાજુ ચૈન્નઈના આટલા જ મેચમાં અઢાર અંક છે. આ બંને ટીમો પહેલા પણ પ્લેઓફમાં પહોંચી ચૂકી છે.

પ્રથમ બેટીંગ કરતા ચૈન્નઈની શરુઆત નબળી રહી હતી. 62 રન સુધીમાં ટીમે ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ગત મેચમાં સેન્ચુરી ફટકારનાર ઋતુરાજ ગાયકવાડ 13 રન બનાવીને નોર્ટઝની બોલ પર પવેલિયન પરત ફરી ગયો હતો. અક્ષર પટેલે ચૈન્નઈને બે ઝટકા આપ્યા હતા. તેણે ફાફ ડુપ્લેસિસને દસ ને મોઈની અલીને 5 રન પર પવેલિયન પરત મોકલ્યો હતો. સુરેશ રૈનાની જગ્યાએ મેદાન પર રોબિન ઉથપ્પા ઉતર્યો હતો. 19 રન બનાવી તે અશ્વિનની બોલ પર આઉટ થયો હતો.

અંબાતી રાયડુ અને કેપ્ટન એમ.એસ.ધોની વચ્ચે પાંચમી વિકેટ માટે 60 રનની ભાગીદારી નોંધાઈ. ધોનીએ 27 બોલમાં 18 રન બનાવ્યા હતા અને અવેશ ખાનની બોલ પર આઉટ થયો હતો. રાયડુએ આઈપીએલ કરિયરની 20મી હાફ સેન્ચુરી ફટકારી હતી. તે 43 બોલમાં 55 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. પોતાની ઈનિંગમાં તે પાંચ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. દિલ્હી તરફથી અક્ષર પટેલે બે વિકેટ લીધી હતી. બીજી બાજુ નોર્ટઝ, અવેશ અને અશ્વિને એક એક વિકેટ લીધી હતી.

137 રનના લક્ષ્યનો પીછો કરવા માટે ઉતરેલી દિલ્હીની ટીમની શરુઆત ખરાબ રહી હતી. પૃથ્વી શૉ 18 રન બનાવી દીપક ચાહરની બોલ પર આઉટ થયો હતો. એ પછી શ્રેયસ ઐય્યર પણ કંઈ ખાસ નહોતો કરી શક્યો. એ બે રન બનાવી હેઝલવુડની બોલ પર આટ થયો હતો. કેપ્ટન ઋષભ પંત 15 રન બનાવી આઉટ થયો હતો.  તેનો જન્મદિવસ હોવાથી ફેન્સ એક ખાસ ઈનિંગની અપેક્ષા રાખી બેઠા હતા, જોકે આશા ઠગારી નીવડી હતી. આઈપીએલમાં ડેબ્યૂ કરી રહેલા રિપલ પટેલ 18, અશ્વિન 2 અને અક્ષર પટેલ 5 રન પર વિકેટ ગુમાવી દીધી હતી.

18 બોલ પર દિલ્હીને જીત માટે 28 રનની આવશ્યતા હતી. બ્રાવોને બોલિંગની કમાન સોંપવામાં આવી. બ્રાવોના ત્રીજા બોલ પર ગૌતમે લોન્ગ ઓન પર હેટમાયરનો સરળ કેચ છોડી દીધો. આ મેચનો ટર્નિંગ પોંઈન્ટ હતો. બ્રાવોની ઓવરમાં 12 રન આવ્યા હતા. અંતિમ 12 બોલ પર 16 રનની જરૂર હતી. હેઝલવુડની ઓવરમાં દિલ્હીના બેટ્સમેનોએ 10 રન જોડ્યા હતા. અંતિમ ઓવરમાં 6 રનની આવશ્યકતા હતી. હેટમાયર 18 બોલ પર 28 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. ચૈન્નઈ તરફથી શાર્દુલ ઠાકુર અને રવીન્દ્ર જાડેજાએ બે-બે વિકેટ લીધી હતી. દીપક ચાહર, જોશ હેઝલવુડ અને ડ્વેન બ્રાવોને એક એક વિકેટ મળી હતી.

તાજેતાજો ઘાણવો  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments