Team Chabuk-Gujarat Desk: જયપુરથી બિહાર જઈ રહેલી 16 વર્ષની સગીરા પર રાજધાની એક્સપ્રેસમાં દુષ્કર્મ આચરાયાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. જયપુરથી આવેલી રાજધાની એક્સપ્રેસમાં અટેન્ડન્ટે સગીરા પર દુષ્કર્મ આચર્યાનો આરોપ છે. અટેન્ટન્ડે તેની કેબિનમાં લઈ જઈ પોતાની હવસ સંતોષી હોવાનો દાવો છે. સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો છે જ્યારે પ્લેટફોર્મ પર ઉદાસ થઈને બેઠેલી સગીરાની રેલવે પોલીસે પૂછપરછ કરી હતી. રેલવે પોલીસે પૂછપરછ કરતાં સગીરાએ અટેન્ડેન્ટ વિરૂદ્ધ ગંભીર આરોપ લગાવ્યા હતા.
આરોપ છે કે, અટેન્ડન્ટે ટ્રેન જયપુરથી ટ્રેન ઉપડ્યા બાદ સગીરાને પોતાની કેબિનમાં બોલાવી હતી. પોલીસે જણાવ્યું કે, મૂળ બિહારમાં રહેતી સગીરા જયપુરમાં પોતાના સંબંધીના ઘરે ગઈ હતી. થોડા દિવસ રોકાયા બાદ જયપુરથી તે ફરી બિહાર જવા રવાના થઈ હતી. આ દરમિયાન જયપુર રેલવે સ્ટેશન પર રાજધાની એક્સપ્રેસના અટેન્ડેન્ટે તેને રાજધાની એક્સપ્રેસમાં બેસાડી હતી. અટેન્ડન્ટે કહ્યું હતું કે, હું તને અમદાવાદથી બિહાર જતી કોઈ પણ ટ્રેનમાં બેસાડી દઈશે. અટેન્ડન્ટની વાતમાં આવીને સગીરા ટ્રેનમાં બેસી ગઈ હતી. ત્યાબાદ ટ્રેન ઉપડ્યા પછી અટેન્ડન્ટે પોત પ્રકાશ્યું હતું અને પોતાની કેબિનમાં બોલાવી સગીરાને પીંખી નાખી હતી.
અમદાવાદ ટ્રેન પહોંચ્યા બાદ સગીરા ટ્રેનમાંથી ઉતરી ગઈ હતી અને પ્લેટફોર્મ પર બેસી ગઈ હતી. આ દરમિયાન પેટ્રોલિંગમાં રહેલી રેલવે પોલસે સગીરાને એકલી બેસેલી જોતાં તેની પૂછપરછ કરી હતી. ત્યારાબાદ સગીરાનું કાઉન્સેલિંગ થયું જેમાં સગીરાએ તેની સાથે બનેલી હકીકત ટીમને જણાવી હતી. સગીરાની વાત સાંભળીને પોલીસે તાત્કાલિક અટેન્ડેન્ટની ધરપકડ કરી લીધી છે.
આરોપી વિરૂદ્ધ પોકસો પોલીસે એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે. આરોપીની ધરપકડ કર્યા બાદ રેલવે પોલીસે કેસને જયપુર ટ્રાન્સફર કર્યો છે. પોલીસે ધરપકડ કરેલાં આરોપીને પણ જયપુર પોલીસને સોંપ્યો હતો. બીજી તરફ સગીરાને મેડિકલ સારવાર માટે હોસ્પિટલ મોકલી દેવામાં આવી હતી.હાલ આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત