Team Chabuk-Sports Desk: ભાલા ફેંકની ફાઇનલમાં ભારતના નીરજ ચોપરાએ કમાલ કરી દીધી છે. ટોક્યો ઓલિમ્પિકની પુરુષ ભાલા ફેંક સ્પર્ધામાં ભારતના નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીતી લીધો છે. નીરજ ચોપરાએ પહેલા પ્રયાસમાં 87.03 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. બીજા થ્રોમાં તેણે 87.58 મીટર દૂર ભાલો ફેંક્યો છે. આ ક્વોલિફાઈંગ રાઉન્ડના થ્રો 86.65 મીટર કરતા પણ વધુ છે. ત્રીજા પ્રયાસમાં નીરજે 76.79 મીટર દૂર થ્રો ફેંક્યો છે. નીરજે પોતાના ચોથા અને પાંચમાં પ્રયાસમાં ફાઉલ થ્રો કર્યો હતો. કુલ 6 થ્રોના અંતે નીરજ ચોપરાએ પ્રથમ નંબરે રહીને ગોલ્ડ મેડલ જીતી લીધો છે. જ્યારે બીજા ક્રમાક પર ચેકનો Jakub Vadlejch (86.67 મીટર) થ્રો અને ત્રીજા નંબર પર પર પણ ચેકનો V.vesely (85.44) મીટર રહ્યો હતો. આમ કુલ છ રાઉન્ડના અંતે પણ નીરજ ચોપરાના 87.58 મીટર થ્રોને કોઈ પાર કરી શક્યું નહતું.

જૈવલિન થ્રોઅર (ભાલા ફેંક)ની ફાઈનલમાં નીરજ ચોપડાની શાનદાર શરૂઆત રહી હતી. તેમણે પ્રથમ પ્રયાસમાં 87.03 અને બીજા પ્રયાસમાં 87.58 અને ત્રીજા પ્રયાસમાં 76.79 મીટર અંતર પાર પાડ્યું હતું. આ સાથે જ તેમણે પોતાના ક્વોલિફિકેશન રેકોર્ડ કરતાં વધુ દૂર ભાલો ફેંક્યો હતો. ખાસ વાત એ છે કે પ્રથમ પ્રયત્નમાં અત્યાર સુધી તેમના વધુ અંતર કોઈ પાર પાડી શક્યું નથી. નીરજ ચોપરાએ ભારતને 13 વર્ષ બાદ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આ સાથે જ ઓલિમ્પિકમાં ટ્રેક એન્ડ ફિલ્ડમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરા પ્રથમ એથલેટ બની ગયો છે.

નીરજ ચોપડા પાસે આખા દેશને આજે ગોલ્ડ મેડલની આશા હતી જેના પર તે ખરા ઉતર્યો છે. નીરજ ચોપરાએ ક્વોલિફિકેશન રાઉન્ડમાં 86.65 દૂર ભાલો ફેંકી પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. નીરજ ભારતને ટોક્યોમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીતાડવાનો દાવેદાર હતા.
નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતતાની સાથે જ દેશમાં ઉજાણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેરથી નીરજ ચોપરાને શુભેચ્છાનો વરસાદ થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને નીરજ ચોપરાને અભિનંદન પાઠવ્યા છે.
History has been scripted at Tokyo! What @Neeraj_chopra1 has achieved today will be remembered forever. The young Neeraj has done exceptionally well. He played with remarkable passion and showed unparalleled grit. Congratulations to him for winning the Gold. #Tokyo2020 https://t.co/2NcGgJvfMS
— Narendra Modi (@narendramodi) August 7, 2021
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત