Team Chabuk-Gujarat Desk : ગુજરાતમાં ફરી એકવાર PGVCLની બેદરકારી સામે આવી છે. માત્ર બેદરકારી જ નહીંઆ વખતે તો વીજકંપનીએ બેદરકારીની બધી જ હદ વટાવી દીધી છે. એવું પણ કહી શકાય કે કંપનીએ બેદરકારીનો માસ્ટર સ્ટ્રોક ફટકાર્યો છે.
વાત એમ છે કે, મોરબીના હળવદમાં PGVCLએ એક ખેડૂતને વીજળીનું બીલ આપ્યું છે. જો કે, આશ્ચર્ય એ બાબતનું છે કે, જે ખેડૂતને બીલ આપવામાં આવ્યું છે તેની પાસે તો વીજળીનું કનેક્શન જ નથી ! તે ખેડૂત મહિનાઓથી મીટર અને ટીસી માટે PGVCL ના ધક્કા ખાઈ રહ્યો છે. અને પાછું આવું એક નહીં બે-બે વાર બન્યું છે.
હળવદ તાલુકાના વેગવડવાવ ગામે એક ખેડૂતને છેલ્લા બે બીલ મળ્યા છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, હજુ સુધી ખેડૂતના ખેતરમાં મીટર જ પહોંચ્યું નથી. મીટર ન હોવા છતાં ખેડૂતના નામે બીલ જતાં PGVCLની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે. સવાલ છે કે, PGVCL આટલી મોટી ભૂલ કેવી રીતે કરી શકે ? શું PGVCL માત્ર રૂપિયા કમાવામાં જ માને છે, ગ્રાહકોને સેવા આપવામાં નથી માનતું ?
આ સમગ્ર મામલે ખેડૂતનું કહેવું છે કે, તેણે પોતાની વાડી માટે થ્રી ફેઝ કનેક્શન માટે મીટર અને ટીસી માટે અરજી કરી છે. છ મહિના જૂની અરજીમાં ખેડૂતે અનેક ધક્કા ખાધા હોવા છતાં હજુ તેને મીટર મળ્યું નથી કે નથી તેના માટે ટીસી નખાયું છે. જો કે, PGVCL એક પગલું આગળ ચાલતું હોય તેમ ટીસી અને મીટર વગર ખેડૂતને લાઈટ બીલ જ મોકલી દીધુ ! આ ઘટના સામે આવતા જ ખેડૂતો અને સ્થાનિકો કહી રહ્યા છે કે, જેટલું ધ્યાન PGVCLએ બીલ ફાડવામાં આપ્યું છે તેટલું ધ્યાન જો ખેડૂતને ટીસી અને મીટરમાં આપ્યું હોત તો તેના ખેતરમાં ક્યારની લાઈટ પહોંચી ગઈ હોત.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત