Team Chabuk-Entertainment Desk: બોલિવુડ એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ એકબીજાના થઈ ચુક્યા છે. બન્નેએ ગઈકાલે 14 એપ્રિલના રોજ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન અભિનેતાના ઘરે ‘વાસ્તુ’ માં સંપન્ન થયા હતા. રણબીર કપૂર તથા આલિયા ભટ્ટે ફેશન ડિઝાઇનર સબ્યસાચીના આઉટફિટ પહેર્યા હતા. દુલ્હન તરીકે આલિયા ઘણી જ સુંદર લાગતી હતી. આલિયા-રણબીરે ઓફ વ્હાઇટ રંગના આઉટફિટ પહેર્યાં હતાં અને રણબીર ક્રિમ રંગની શેરવાનીમાં જોવા મળ્યો હતો.
આલિયા ભટ્ટે સો.મીડિયામાં લગ્નની તસવીરો શૅર કરી હતી. લગ્નની તસવીરો શૅર કરીને આલિયાએ કહ્યું હતું, ‘આજે અમે અમારા મિત્રો તથા પરિવારની અમારા ઘરમાં, છેલ્લાં પાંચ વર્ષ અમારી મનપસંદ જગ્યા બાલ્કનીમાં વિતાવ્યા છે, ત્યાં લગ્ન કર્યાં. અમે ઘણું બધું પાછળ મૂકી દીધું છે અને અમે નવી યાદો બનાવવા માટે ઉત્સુક છીએ. પ્રેમ, હાસ્ય, મૌન, મૂવી નાઇટ્સ, મીઠા ઝઘડા, વાઇન અને ચાઇનીઝ… અમારા જીવનની ખાસ ક્ષણોમાં તમારા પ્રેમ માટે આભાર. તમારા પ્રેમે આ ક્ષણને વધુ ખાસ બનાવી દીધી છે.’

આલિયા ભટ્ટ દુલ્હન બનીને એટલી વધુ સુંદર લાગી રહી છે કે તેમની સાસુ નીતૂ કપૂરે તેને જોતાં જ સૌથી પહેલાં તેની નજર ઉતારી છે. સાસૂ નીતૂ કપૂર અને નણંદ રિદ્ધિમા કપૂર સહાની લગ્નની એક રાત પહેલાં પણ મીડિયા સામે આલિયા ભટ્ટની સુંદરતાને લઇને વાત કરે ચૂક્યા છે. જ્યાં નીતૂ કપૂરે લગ્નની તારીખ કન્ફોર્મ કરી હતી તો બીજી તરફ રિદ્ધિમાએ આલિયાને ઢીંગલી જેવી સુંદર ગણાવી હતી. એવામાં આલિયાના લુકને જોનારાઓ માટે દરેકની એક્સાઇટમેંટ અનેક ગણી વધી ગઇ છે.

તમને જણાવી દઇએ કે આલિયા અને રણબીરના લગ્નની વિધિ 13 એપ્રિલના રોજ શરૂ થઈ હતી. મેહેંદી ફંક્શનમાં સેલેબ્સ પહોંચવાની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ છે. આલિયા અને રણબીરના લગ્નની તારીખ આગલી રાત્રે જ તેમની માતા નીતૂ કપૂરે કન્ફોર્મ કરી હતી. ફોટોગ્રાફર્સ સાથે વાતચીતમાં તેમણે આલિયાની પ્રશંસા કરી હતી અને લગ્નની તારીખ કન્ફોર્મ કરી હતી.
લગ્નના વેન્યૂથી માંડીને રિવાજોની તારીખ સુધી બધુ જ ગુપ્ત રાખવામાં આવ્યું હતું. આવનાર દરેક મહેમાનને પણ પ્રાઇવેસીને મેંટેન કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. ઘર પરિવારના સભ્યો ઉપરાંત કેટલાક સિલેક્ટેડ ગેસ્ટની યાદી રહી જે કાર્યક્રમોમાં સામેલ થયા પરંતુ તેમના પર પણ પાબંધી લગાવવામાં આવી. આવનાર મહેમાનોના ફોન કેમેરા બંધ કરી દેવામાં આવ્યા હતા. વેડિંગ ફંક્શનમાં મહેમાનોના કેમેરા પર સ્ટીકર લગાવવામાં આવ્યા જેથી અંદર તે કોઇપણ પ્રકારના ફોટોગ્રાફ્સ અને વીડિયો શૂટ કરી ન શકે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત