Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરના બજાણાની હાઈસ્કૂલમાં વીજળી પડવાથી 16 વર્ષના વિદ્યાર્થીનું ચાલુ સ્કૂલે મોત

સુરેન્દ્રનગરના બજાણાની હાઈસ્કૂલમાં વીજળી પડવાથી 16 વર્ષના વિદ્યાર્થીનું ચાલુ સ્કૂલે મોત

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગરના પાટડીના બજાણામાં હાઇસ્કૂલમાં વીજળી પડવાથી 16 વર્ષના વિદ્યાર્થીનું ચાલુ સ્કૂલે મોત થયું છે. વિદ્યાર્થીને 108 એમ્બ્યુલન્સ વાનમાં તાકીદે હોસ્પિટલે લઇ જવાતા સારવાર મળે એ પહેલા જ કમકમાટીભર્યું મોત નિપજતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના બજાણા હાઇસ્કૂલમાં વીજળી પડવાથી 16 વર્ષના વિદ્યાર્થીનું ચાલુ સ્કુલે મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે. બાદમાં 108 એમ્બ્યુલન્સ વાનમાં તાકીદે હોસ્પિટલે લઇ જવાતા સારવાર મળે એ પહેલા જ આ વિદ્યાર્થીનું કમકમાટીભર્યું મોત નિપજતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

student death

પાટડી તાલુકાના બજાણા ગામે આવેલી શ્રી એમ.બી.પટવારી વિદ્યાવિહાર (હાઇસ્કૂલ)માં ધોરણ 10માં અભ્યાસ કરતા 16 વર્ષના મહંમદરીઝવાન ગુલામભાઇ મોસાણી ઉપર સ્કૂલમાં અચાનક વરસાદી વાતાવરણ વચ્ચે અચાનક કડાકા ભડાકા સાથે વીજળી પડતા બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. આથી તેને તાત્કાલિક ગંભીર હાલતમાં સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ વાનના ઇએમટી નિલેશભાઈ પટેલ સહિતના સ્ટાફ દ્વારા પાટડી સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો.

જ્યાં સારવાર મળે એ પહેલા જ આ વિદ્યાર્થીનું કમકમાટીભર્યું મોત નિપજતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. આ બનાવના પગલે શાળાના આચાર્ય સહિતનો પોલીસ સ્ટાફ, બજાણા સરપંચ અને તલાટી કમ મંત્રી સહિતના ગામ આગેવાનો ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી ગયા હતા. આ ગોઝારી ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments