Homeગુર્જર નગરીઅમદાવાદ: પત્નીનું વજન વધી ગયુ તો પતિએ એવું કર્યું કે પત્નીને પોલીસ...

અમદાવાદ: પત્નીનું વજન વધી ગયુ તો પતિએ એવું કર્યું કે પત્નીને પોલીસ પાસે જવું પડ્યું

Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પત્નીએ આરોપ લગાવ્યો છે કે, તેની મેદસ્વીતાના કારણે પતિએ તેને એટલી હદે હેરાન કરી છે કે આખરે તેને પોલીસની મદદ લેવી પડી છે. આ મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેને થાઈરોડની બીમારી છે. બે સંતાનોને જન્મ આપ્યા બાદ આ બીમારી વધી ગઈ છે જેથી તેનું વજન પણ વધી ગયું છે. જો કે, વધેલું વજન તેના પતિને પસંદ નથી.

મહિલા શહેરના ઈસનપુરમાં રહે છે અને એક ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતી હતી. જો કે, તે પણ તેના પતિએ છોડાવી દીધી છે. 2005માં શહેરના મેમનગરમાં રહેતાં યુવક સાથે તેના લગ્ન થયા. 2010માં તેણે એક બાળકીને જન્મ આપ્યો. 2014માં પુત્રને જન્મ આપ્યો. સંતાનો થયા બાદ મહિલાને થાઈરોઈડની બીમારી વધી અને તેનું શરીર વધતું ગયું. બસ પછી આ બાબતે જ પતિ પત્ની સાથે રકઝક કરવા લાગ્યો.

મહિલાનું કહેવું છે કે, વધેલા વજનના કારણે પતિ તેને અવગણી રહ્યો હતો. તેની સાથે ક્યાંય ફરવા પણ લઈ જતો નથી. એટલું જ નહીં પતિ તેના પર શંકા રાખે છે. શંકાના કારણે તેણે એકાઉન્ટન્ટની નોકરી પણ છોડાવી દીધી છે.

મહિલાએ કહ્યું કે, તે વજન ઘટાડવા માટે પ્રયત્નો પણ કરે છે. ઉપવાસ રાખે છે પરંતુ જ્યારે તે ઉપવાસ કરે તો તેનો પતિ તેને ફ્રૂટ કે ફરાળની વસ્તુઓ પણ નથી લાવી દેતો. આમ અલગ અલગ રીતે મહિલાને તેનો પતિ માનસિક ત્રાસ આપતો હોવાનો આરોપ છે. આ ઉપરાંત દીકરા દીકરી વચ્ચે પણ ભેદભાવ કરતો હોવાનો આરોપ મહિલાએ લગાવ્યો છે. બીજી તરફ સાસરિયા પક્ષના અન્ય લોકો તેનો પગાર પતિના ખાતામાં જમા કરાવવા પણ દબાણ કરતાં હોવાનો મહિલાનો આક્ષેપ છે. હાલ આ તમામ મુદ્દે મહિલાની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments