Homeદે ઘુમા કેમેચ પર ભારતની પકડ મજબૂત અને એન્ડરસને કિર્તીમાન રચી દીધો

મેચ પર ભારતની પકડ મજબૂત અને એન્ડરસને કિર્તીમાન રચી દીધો

Team Chabuk-Sports Desk: ઈંગ્લેન્ડના 39 વર્ષીય ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને ફરી એક વખત કમાલ કરી બતાવતા 62 રન આપી 5 વિકેટ લઈ ભારતીય ટીમને એક મોટો સ્કોર કરતા અટકાવી હતી. વિકેટ લેવાની સાથે જ તેણે પોતાની કારકિર્દીમાં વધુ એક ઉપલબ્ધિ નોંધાવી દીધી છે. લોર્ડ્સમાં ચાલી રહેલા બીજા દિવસે તેણે પાંચ વિકેટ લેતા 31મી વખત પાંચ વિકેટ લેવાની સિદ્ધિ નોંધાવી દીધી હતી. ભારતીય ટીમ એન્ડરસનનાં કારણે બીજા દિવસે 364 રન પર અટકી ગઈ હતી.

ભારતીય ટીમે પોતાના બીજા દિવસના સ્કોરમાં 88 રન જોડ્યા હતા અને રવીન્દ્ર જાડેજાએ 40 અને ઋષભ પંતે 37 રનનું યોગદાન આપ્યું હતું. ઈંગ્લેન્ડે જવાબમાં બીજા દિવસે 45 ઓવરમાં ત્રણ વિકેટના નુકસાન પર 119 રન બનાવ્યા હતા. હાલ કેપ્ટન જો રુટ 48 અને બેયરસ્ટો 6 રન સાથે રમતમાં છે.

રુટ ઈનિંગમાં 14 રન જોડતાની સાથે જ ઈંગ્લેન્ડનો સૌથી સફળ બેટ્સમેન બની ગયો છે. તેણે ગ્રેહામ ગૂચના 8900 રનના કિર્તીમાનને પાછળ છોડી દીધો છે. રુટની આગળ હવે માત્ર એલિસ્ટયર કુક છે, જેણે 12,472 રન બનાવ્યા છે. ગૂચે 118 ટેસ્ટમાં આ રન બનાવ્યા હતા જ્યારે રૂટે 107 ટેસ્ટમાં બનાવ્યા છે. ટી બ્રેકના સમયે ઈંગ્લેન્ડનો સ્કોર 14 ઓવરમાં કોઈ પણ નુકસાન વગર 23 હતો. અંતિમ સત્રમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ જસપ્રીત બુમરાહ અને અનુભવી ઈશાંત શર્માની જગ્યાએ યુવા બોલર સિરાઝને બોલિંગ આપી હતી.

સિરાઝ કેપ્ટન કોહલીના મંતવ્ય પર ખરો ઉતરતાં ત્રીજા સત્રમાં ઈંગ્લેન્ડને ઉપરા છાપરી બે ઝટકા આપી દીધાં હતાં. તેણે સિબ્લેને શોર્ટ મિડવિકેટ પર રાહુલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો અને હસીબને શૂન્ય પર પવેલિયન ફરવા મજબૂર કર્યો હતો. હસીબ સિરાઝની બોલ પર ક્લિનબોલ્ડ થઈ ગયો હતો. બર્ન્સ 49 રને શમીની બોલ પર આઉટ થયો હતો. બર્ન્સ અને રૂટની વચ્ચે ત્રીજી વિકેટ માટે 85 રનની મજબૂત ભાગીદારી નોંધાઈ હતી. પીચ પર સેટ થઈ ગયેલા બર્ન્સે સિરાઝની નબળી બોલિંગનો ફાયદો ઉઠાવતા હેટ્રીક ચોગ્ગા લગાવ્યાં હતાં.

શુક્રવારના રોજ મેચના બીજા દિવસે ત્રણ વિકેટ પર 276 રનથી આગળ રમતા ભારતે સિત્તેર રન જોડ્યા હતા અને ચાર વિકેટ ગુમાવી દીધી હતી. આ પહેલા ભારત એક વિશાળ સ્કોર સામે રાખશે તેવી આશા બંધાઈ હતી. ભારત પ્રથમ સત્રની પ્રથમ બે ઓવરમાં જ 129 પર લોકેશ રાહુલ અને 1 રનના સામાન્ય સ્કોર પર અજિંક્ય રહાણેની વિકેટ ગુમાવી ચૂક્યું હતું.

પહેલા દિવસે રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારાની વિકેટ લીધા બાદ અનુભવી એન્ડરસને બીજા દિવસે રહાણે, ઈશાંત શર્મા અને જસપ્રીત બુમરાહને આઉટ કરી પાંચ વિકેટ લીધી હતી. એન્ડરસન 39 વર્ષ અને 14 દિવસની ઉંમરે, ક્રિકેટના સિત્તેર વર્ષના ઈતિહાસમાં પાંચ વિકેટ લેનાર સૌથી ઉંમરલાયક ખેલાડી બની ચૂક્યો છે. આ પહેલા દક્ષિણ આફ્રિકાના જ્યોફ ચુબે 1951માં માન્ચેસ્ટર ટેસ્ટમાં ઈંગ્લેન્ડની વિરુદ્ધ 40 વર્ષ 86 દિવસની ઉંમર હતી, ત્યારે પાંચ વિકેટ લીધી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments