Team Chabuk-International Desk: તાલિબાન વીજળી વેગે અફઘાનિસ્તાનના પ્રમુખ શહેરો પર પોતાનો કબ્જો જમાવી રહ્યું છે. હવે કંધાર ઉપર તેણે ડેરો જમાવ્યો હોવાની ખબરો આવી રહી છે. રોયટર્સના અહેવાલમાંથી એ ખબરો પ્રાપ્ત થઈ રહી છે કે તાલિબાને કંધાર પર કબ્જો જમાવ્યો હોવાનો દાવો કરી નાખ્યો છે. આ સિવાય તાલિબાન અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલની પણ નજીક પહોંચી ગયું છે.
તાલિબાને ગુરૂવારના રોજ રણનીતિકરૂપથી દસમી પ્રાંતિય રાજધાની ગઝની ઉપર પણ કબ્જો જમાવી લીધો હતો. હેલમંદ પ્રાંતની રાજધાની લશ્કરગવાહમાં તેણે પોલીસ મુખ્યાલય ઉપર પણ કબ્જો જમાવી લીધો છે. જ્યારે છ શહેરોમાંથી તાલિબાને એક હજારથી વધારે અપરાધિઓ અને નશીલી દવાઓનાં તસ્કરોને છોડાવી લીધા છે.
અફઘાનિસ્તાનના બે સાંસદો અને ઓફિસરોએ એ વાતની પુષ્ટી કરી છે કે તાલિબાની આતંકીઓએ પ્રાંતિય રાજધાની ગઝની પર કબ્જો કરી લીધો છે. છેલ્લા કેટલાય કલાકોથી અહીં ભીષણ યુદ્ધ ફાટી નીકળ્યું છે. રાજધાનીના બહારના વિસ્તારમાંથી હજુ પણ સંઘર્ષ યથાવત છે. જોકે રાજધાનીમાં તાલિબાને પોતાનો ઝંડો લહેરાવી દીધો છે.
બીજી બાજુ હેલમંદ પ્રાન્તની રાજધાની લશ્કરગવાહમાં કાર બોમ્બથી હુમલો કરીને તાલિબાને પોલીસ મુખ્યાલય પર પણ હકુમત જમાવી લીધી છે. હેલમંદની સાંસદ નસીમા નિયાજીએ જણાવ્યું હતું કે, મુખ્યાલયની ઈમારત પર કબ્જો જમાવ્યા બાદ પોલીસ ઓફિસરોએ તાલિબાનની આગળ આત્મસમર્પણ કરી દીધું છે. તાલિબાનીઓએ છ અફઘાનિસ્તાની શહેરોમાંથી એક હજારથી વધારે કેદીઓને છોડાવી દીધાં છે. જેલ પ્રશાસનના નિર્દેશક સફીઉલ્લાહ જલાલજઈએ કહ્યું કે, આમાંથી મોટાભાગનાને નશીલી દવાઓની તસ્કરી, અપહરણ અને સશસ્ત્ર લૂંટફાટ માટે સજા સંભળાવવામાં આવી હતી.
તાલિબાને જે છ શહેરોની જેલોમાંથી કેદીઓને છોડાવ્યા તેમાંથી કેટલાક આતંકીઓ હતા. કુંદુજમાં આઝાદ કરાવવામાં આવેલા 630 કેદીઓમાંથી 180 તાલિબાની આતંકી હતા. જેમાંથી 15ને અફઘાન સરકારે મોતની સજા સંભળાવી હતી. નિમરોઝ પ્રાંતના જરાંજ શહેરથી છોડાવવામાં આવેલા 350 કેદીઓમાં 40 તાલિબાની આતંકી હતા. જોકે અફઘાનિસ્તાનની સરકારે કહ્યું છે કે આતંકીઓને પકડ્યા બાદ જેલમાંથી ફરાર થયેલા અન્ય કેદીઓની પણ ધરપકડ કરી લેવામાં આવશે.
હેલમંદ પ્રાંતની રાજધાની લશ્કરગવાહના પોલીસ મુખ્યાલય પર કબ્જો જમાવ્યા બાદ અહીં હાજર અફઘાનિસ્તાનના સૈન્યદળે તાલિબાનની આગળ સમર્પણ કરી દીધું હતું અને નજીક આવેલા અન્ય ગવર્નરની ઓફિસમાં ચાલ્યાં ગયાં હતાં. જ્યાં હજુ પણ સરકારી દળોનું નિયંત્રણ છે. સાંસદ નસીમા નિયાજીએ જણાવ્યું હતું કે એ જાણકારી પ્રાપ્ત નથી થઈ કે આ હુમલામાં કેટલા લોકોને જાનહાની થઈ છે. તેમને આ હુમલામાં કેટલાય લોકોનાં અસરગ્રસ્ત થવાની જાણકારી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત