Homeગુર્જર નગરીઅમરેલીનો બાપ ગણાવનારો છત્રપાલ પોલીસ સામે મીંદડું બની ગયો

અમરેલીનો બાપ ગણાવનારો છત્રપાલ પોલીસ સામે મીંદડું બની ગયો

Team Chabuk-Gujarat Desk: પોતાને અમરેલીનો બાપ ગણાવનારા છત્રપાલને પોલીસે અમરેલીનું મીંદડું બનાવી દીધું છે. આજે અમરેલી પોલીસે છત્રપાલને સાથે રાખીને રિકન્ટ્રક્શન કરાવ્યું હતું. છત્રપાલે જે પેટ્રોલપંપના માલિક પાસેથી ખંડણી માગી હતી તેની રેકી પણ કરી હતી. જેથી પોલીસે છત્રપાલને સાથે રાખીને ઘટનાનું પૂનરાવર્તન કર્યું હતું.

શું છે સમગ્ર મામલો ?

થોડા દિવસ પહેલાં એક ઓડિયો વાયરલ થયો હતો. જેમાં છત્રપાલ વાળા નામના શખ્સે ગુરૂદત્ત પેટ્રોલપંપના માલિકને ધમકી આપી 10 લાખ રૂપિયાની ખંડણી માગી હતી. એટલું જ નહીં ફોન પર તે અમરેલીના એસ.પી નિર્લિપ્ત રાયને પણ ખુલ્લી પડકાર ફેંકી રહ્યો હતો. સાથે જ સાંસદનો પણ ઉલ્લેખ કરી રહ્યો હતો.

ઓડિયમાં છત્રપાલે પેટ્રોલપંપના માલિકને પેટ્રોલપંપ પર ફાયરિંગ કરાવાની પણ ધમકી આપી હતી. ઓડિયો વાયરલ થતાં અમરેલી પોલીસ દોડતી થઈ હતી અને ભૂગર્ભમાં ઉતરી ગયેલા છત્રપાલ વાળાની ધરપકડ કરી હતી.

છત્રપાલની ધરપકડ બાદ અમરેલી એસ.પીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, FIR નોંધાયાના 48 કલાકમાં છત્રપાલસિંહની ધરપકડ કરી લીધી છે.

ઓડિયોક્લીપ વાયરલ થયા બાદ સમગ્ર ગુજરાતમાં તેના પડઘાં પડ્યા હતા. અનેક લોકોએ સોશિયલ મીડિયા પર છત્રપાલની ધરપકડ કરવાની માગણી કરી અસામાજિક તત્વો વિરૂદ્ધ દાખલો બેસાડવા અમરેલી પોલીસને રજૂઆત પણ કરી હતી. બીજી તરફ ધમકી આપનારો શખ્સ કોણ છે તે જાણવાની પણ લોકોને ઉત્સુકતા હતી.

છત્રપાલને ઝડપી લીધા બાદ પોલીસ પ્રોટોકોલ સાથે તેનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું. ફોન પર સિંહ બની રહેલો છત્રપાલ જ્યારે પોલીસના સકંજામાં હતો ત્યારે તેનો ડોન બનવાનો બધો જ નશો ઉતરી ગયો હતો અને પોલીસની સામે મીંદડું બની ગયો હતો.

હાલ પોલીસે છત્રપાલ વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે, છત્રપાલે અગાઉ આવી રીતે ધાક ધમકી આપીને કોઈ પાસે ખંડણી લીધી છે કે કેમ. છત્રપાલની પૂછપરછમાં વધુ કેટલાક ગુનાઓનો ભેદ પણ ઉકેલાઈ શકે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments