Homeગુર્જર નગરીઆનંદો: સૌરાષ્ટ્રમાં મેઘરાજા રિટર્ન...

આનંદો: સૌરાષ્ટ્રમાં મેઘરાજા રિટર્ન…

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં છેલ્લા પંદર દિવસથી મેઘરાજાનું નામોનિશાન નથી દેખાઈ રહ્યું. જોકે સૌરાષ્ટ્રના પડધરી અને કોટડાસાંગાણી વિસ્તારમાં વરસાદી ઝાપટા પડતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા. છેલ્લા વીસ વીસ દિવસથી કવરાવી રહેલા વરસાદે આખરે અમી છાંટણા કરતા ખેડૂતોમાં હરખની હેલીનો સંચાર થયો હતો. વરસાદ પડવાના કારણે રસ્તાઓ પાણીથી તરબતર થઈ ગયા હતા જ્યારે અસહ્ય ઉકળાટમાંથી સ્થાનિકોને છૂટકારો મળ્યો હતો.

ગઈકાલે હવામાન વિભાગ દ્વારા પણ દેશમાં બંગાળની ખાડીમાંથી પૂર્વી તરફનાં ગરમ પવનો સક્રીય થયાની માહિતી આપી હતી. આજે સવારથી જ સૌરાષ્ટ્રના કોટડાસાંગાણી અને પડધરીમાં વરસાદી વાતાવરણ રહ્યું હતું અને કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ ગયા હતા. વરસાદે પણ હાથ તાળી આપવાની જગ્યાએ લોકોને ખુશખુશાલ કરી દીધા. ન માત્ર રાજકોટના આસપાસના વિસ્તારમાં પણ સૌરાષ્ટ્રના દોઢસો ફૂટ રિંગરોડ પર પણ વરસાદે ઝલક આપી હતી.

વાત જો પડધરી તાલુકાની કરવામાં આવે તો અહીં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. પડધરીના નારણકા, તરઘડી અને બાઘી સહિતના ગામોમાં વરસાદના કારણે ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદ પડવાના કારણે ખેડૂતો સૌથી વધારે આનંદિત થયા હતા. પડધરી બાદ રાજકોટના જસદણ અને ગોંડલની આસપાસના વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો.

રાજકોટ બાદ સૌરાષ્ટ્રના અમરેલીમાં મેઘરાજા પહોંચી ગયા હતા. જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જ્યારે લાઠી, રાજુલા અને સાવરકુંડલા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંકડ પ્રસરી ગઈ હતી. લોકોએ પણ લાંબા અંતરાલ બાદ પડેલા વરસાદનો આનંદ માણ્યો હતો.

અમરેલી એટલે ખેડૂતોનો વિસ્તાર. અહીં છેલ્લા 15-20 દિવસથી મેઘરાજા ન દેખાતા ખેડૂતો પર સંકટના વાદળ ઘેરાયા હતા. જોકે વરસાદે પોતાની ઝલક આપતા ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા હતા. તેમણે આવનારા સમયમાં વધુ વાવણી લાયક વરસાદ પડે તેવી આશા સેવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments