Team Chabuk-Gujarat Desk: સોમવારની શરૂઆતમાં જ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામમાં રાતના ત્રણ વાગ્યાની આસપાસ ઉંઘમાં રહેલા પરિવાર ઉપર કાળમૂખો ટ્રક ફરી વળતા આઠ લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. આ કાળમૂખી ઘટનામાં કુલ આઠ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે ચાર બડભાગીઓનો જીવ બચી ગયો હતો, પણ તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોય તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
રાતમાં યમરાજ બની ધસી આવેલા ટ્રકે આઠ લોકોને કચડી નાખ્યાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ ટ્રક મહુવા તરફ જતો હોવાની માહિતી મળી છે. ડ્રાઈવરે ટ્રક ઉપર કાબુ ગુમાવ્યો હતો અને ઝૂંપડાઓ તરફ ધસી ગયો હતો, ત્યારબાદ આ ટ્રક આઠ ફૂટ ઊંડા ખાડામાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ આસપાસના વિસ્તારમાં પણ અરેરાટી વ્યાપી ગઈ હતી. ઉંઘી રહેલા લોકોને તો સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે માતેલો સાંઢ બનીને આવતો ટ્રક તેમનો જીવ લઈ લેશે.
બીજી બાજુ પોલીસે આ ગમખ્વાર ઘટના કેવી રીતે બની તેની તપાસ શરૂ કરી દીધી છે. આખરે શું થયું કે ટ્રક સૂતેલા લોકોની ઉપર યમરાજ બનીને ચડી ગયો? ટ્રક પરથી ડ્રાઈવરે કાબૂ શા માટે ગુમાવ્યો? ટ્રક ક્યાંથી ક્યાં જઈ રહ્યો હતો? આ તમામ સવાલના જવાબ મળવાના હજુ બાકી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત