Homeગુર્જર નગરીસુરત: મનસુખભાઈ આપણી વચ્ચે નથી પરંતુ તેમણે ચાર લોકોને નવું જીવન આપ્યું...

સુરત: મનસુખભાઈ આપણી વચ્ચે નથી પરંતુ તેમણે ચાર લોકોને નવું જીવન આપ્યું છે

Team Chabuk-Gujarat Desk: સુરતમાં ફરી એકવાર માનવતા મહેકી છે. એક બ્રેઈનડેડ રત્નકલાકારે ચાર વ્યક્તિઓને નવજીવન આપ્યું છે. બ્રેનડેડ વ્યક્તિના ફેફસા, કિડની, લિવર અને આંખોનું દાન કરી તેમના પરિવારે માનવતા મહેકાવી છે. પટેલ સમાજના મનસુખભાઈ કથરોટિયાને બે ઓગસ્ટે સાંજે અચાનક બ્રેઈનસ્ટ્રોક આવ્યો હતો. અચાનક મનસુખભાઈની તબિયત લથડતાં તેમને તાત્કાલિક કામરેજની સ્ટાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં નિદાન માટે સિટી સ્કેન અને MIR  કરાવાતાં તેમને લકવાનો હુમલો આવ્યો હોવાનું માલુમ પડ્યું હતું.

ત્યારબાદ મનસુખભાઈને સ્ટાર હોસ્પિટલમાંથી 4 ઓગસ્ટે વિનસ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં મનસુખભાઈની તબિયત વધારે ખરાબ થઈ હતી અને તેમને ખેંચ આવી હતી. ખેંચ આવ્યા બાદ કરાયેલા સિટી સ્કેનમાં મનુસુખભાઈને બ્રેઈન હેમરેજ હોવાનું સામે આવતા પરિવારના પગ નીચેથી જમીન ખસઈ ગઈ હતી. 6 ઓગસ્ટે મનસુખભાઈને બ્રેઈનડેડ જાહેર કરાયા હતા.

મનસુખભાઈને બ્રેઈનડેડ જાહેર કરાયા બાદ ડોનેટ લાઈફની ટીમે મનસુખભાઈના પત્ની અને તેમના પરિવારનો સંપર્ક કર્યો હતો અને તેમને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. જેમાં મનસુખભાઈનો પરિવાર અંગદાન માટે રાજી થયો હતો અને મનસુખભાઈના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો.રત્નકલાકાર બ્રેઈનડેડ મનસુખભાઈ કાથરોટીયાના પરિવારે તેમના ફેફસાં, કિડની, લિવર અને આંખોનું દાન કરી ચાર વ્યક્તિઓને નવજીવન આપ્યું છે.

મનસુખભાઈના ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ ઈન્દોરની 51 વર્ષીય મહિલામાં કરાયું છે. ચેન્નઈની MGM હોસ્પિટલમાં 51 વર્ષીય મહિલાનું સફળ ઓપરેશન કરાયું છે. ફેફસાને સુરતથી ચેન્નઈની હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે 160 મિનિટનો સમય લાગ્યો હતો. જ્યારે મનસુખભાઈના લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના 54 વર્ષીય વ્યક્તિમાં કરવામાં આવ્યું છે. જો કે, કિડનીઓમાં લોહીના ગઠ્ઠા જમા થઈ ગયા હોવાથી બંને કિડની ખરાબ થઈ ગઈ હતી. જેના કારણે કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ થઈ શક્યું નથી.

મનસુખભાઈના અંગને સમયસર ગંતવ્ય સ્થાન સુથી પહોંચાડવા માટે ચેન્નઈ અને અમદાવાદમાં બે ગ્રીન કોરિડોર બનાવાયા હતા. જેમાં સુરત, અમદાવાદ અને ચેન્નઈ પોલીસનો ખુબ સારો સહયોગ મળ્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments