Team Chabuk-Gujarat Desk: શહેરી જનસુખાકારી દિવસ નિમિત્તે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પોરબંદર જિલ્લાની નગરપાલિકાઓને મહાનુભાવોના હસ્તે જિલ્લાની નગરપાલિકાઓમાં લોકોની સુખાકારી માટે લોકાર્પણ/ખાતમુહૂર્ત તથા ચેક વિતરણ કરાયા હતા. જે અંતર્ગત ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ગાંધીનગર દ્વારા પોરબંદર છાયા નગરપાલિકાને રૂ.૨.૫૦ કરોડ, રાણાવાવ નગરપાલિકા માટે રૂ.૧.૧૨ કરોડ તથા કુતિયાણા નગરપાલિકાને રૂ.૫૦ લાખ સર્વાંગી વિકાસ માટે પણ કર્યા હતા. જેના ચેક ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા તથા મહાનુભાવોના હસ્તે નગરપાલિકાઓના પ્રમુખ તથા ચીફ ઓફિસરને અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
પોરબંદર બિરલા હોલ ખાતે ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ જનસેવા કાર્ય અંતર્ગત પોરબંદર છાયા નગરપાલિકાના નવા ઓફિસ બિલ્ડિંગમાં સોલાર રૂફ ટોપ સિસ્ટમ કામ, છાયા ઝોનલ નવી ઓફિસ બિલ્ડિંગમાં સોલાર રૂફ ટોપ સિસ્ટમ કામની તખ્તિનું અનાવરણ ઇ-ખાતમુહૂર્ત કરવાની સાથે અમૃત યોજના હેઠળ ઇ.એસ.આર.જી.એસ.આર તથા પીવાના પાણીની પાઈપલાઈન કામની તખ્તિનું અનાવરણ તથા ઇ-ખાતમુહૂર્ત કરાયું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના પાંચ વર્ષ નિમિત્તે વિવિધ સ્થળોએ યોજાતા લોક કલ્યાણના કાર્યોના લોકાર્પણ/ ખાતમૂહૂર્ત અંતર્ગત આજ તા. ૮ ઓગસ્ટના રોજ શહેરી જનસુખાકારી દિવસ નિમિત્તે પોરબંદર જિલ્લાની નગર પાલિકાઓના વિકાસકામો માટે સરકારે આર્થિક સહાય પૂરી પાડી છે. શહેરોની સુખાકારી પૂરી પાડવા રાજ્ય સરકારે જનહિતલક્ષી અનેક નિર્ણયો લઈ વિકાસ કાર્યો કર્યા છે. રોડ રસ્તા, ગટર વ્યવસ્થા, પીવાનું પાણી, ગરીબો માટે આવાસો, બાગ-બગીચા, કાયદો-વ્યવસ્થા, સીસીટીવી કેમેરાથી સજ્જ રસ્તાઓ, રિવરફ્રન્ટ સહિતની સુવિધાઓ પુરી પાડીને પોરબંદરને લવેબલ અને લિવેબલ બનાવ્યું છે.
શહેરી જનસુખાકારી દિન નિમિત્તે બિરલા હોલ ખાતે યોજાયેલ વિવિધ કાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા કલેક્ટર અશોક શર્મા, જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણી, પોરબંદર છાયા નગરપાલિકાના પ્રમુખ સરજુભાઈ કારીયા, રાણાવાવ નગરપાલિકાના પ્રમુખ જીવીબેન ઓડેદરા, કાર્યપાલક ઇજનેર સોમપુરા, પ્રાંત અધિકારી કે.વી.બાટી, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ મોઢવાડીયા, પોરબંદર નગરપાલિકા કારોબારી ચેરમેન શૈલેષભાઇ જોષી, ભારતીબેન જુંગી સહીત અગ્રણીઓ, નગરપાલિકાના સભ્યો, અધિકારીઓ તથા શહેરીજનો કોવિડ-૧૯ ગાઈડ લાઈનના પાલન સાથે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની આભાવિધિ પોરબંદર નગરપાલિકના ચીફ ઓફિસર મનનભાઇ ચક્રવેદીએ કરી હતી.
સરકાર તરફથી ઘરનું ઘર મેળવનારા બોઘાભાઈએ શું કહ્યું ?
રાજ્ય સરકારને પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે પોરબંદર જિલ્લામાં વિકાસ દિવસ અંતર્ગત શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષ સ્થાને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસની ચાવી આપીને તેમજ વિકાસ કાર્યોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઘરના ઘરની મહાનુભાવોના હસ્તે ચાવી મેળવતા લાભાર્થીઓએ પ્રતિભાવો આપીને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા બદલ પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથ સૌના વિકાસના અંતર્ગત તા.૭ ઓગસ્ટના રોજ વિકાસ દિવસ અંતર્ગત પોરબંદર સ્થિત બિરલા હોલ ખાતે વિકાસલક્ષી કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મહિયારી ગામના લાભાર્થી બોઘાભાઇ ભુવાએ કહ્યું હતું કે, હું છુટક મજુરી કરીને પરિવારનુ ભરણ પોષણ કરુ છુ. સરકારની મહત્વની યોજના થકી મને મારા પરિવારને રહેવા માટે પાકુ ઘર બનાવી આપવામાં આવ્યુ છે. સરકારે કરેલી આર્થિક સહાય બદલ હું સરકારનો આભારી છું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત