Team Chabuk-Gujarat Desk: અમરેલીમાં લાઠીના દુધાળા ગામે નારણ સરોવરમાં 5 કિશોરનું ડૂબી જતાં મોત થયું…એક સાથે પાંચ કિશોર પાણીમાં ડૂબી જતાં તંત્ર દોડતું થયું હતું અને સ્થાનિક તરવૈયાઓની મદદથી કિશોરની શોધખોળ શરૂ કરી હતી. આ બે કલાકની જહેમત બાદ તમામ કિશોરના મૃતદેહ મળી આવ્યા હતા. જેના પગલે તમામ કિશોરના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ઉપરાંત એક જ ગામના પાંચ કિશોરના મોતને પગલે ગામ પણ શોકમગ્ન બન્યું. મળતી માહિતી મુજબ આ પાંચ કિશોરમાંથી 3 કિશોર તો પરિવારના એકના એક દીકરા હતા.
એક સાથે પાંચ મોતના પગલે લાઠી શહેરમાં 5 વાગ્યા બાદ સજ્જડ બંધ રહ્યું..વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.. ચેમ્બર ઓફ કોમર્સે બાળકોની આત્મનાને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી.
મૃતકોના નામ
વિશાલભાઈ મનીષભાઈ મેર, ઉંમર વર્ષ 16
નમનભાઈ અજયભાઇ ડાભી, ઉંમર વર્ષ 16
રાહુલભાઈ પ્રિવીણભાઈ જાદવ, ઉંમર વર્ષ 16
મિત ભાવેશભાઈ ગળથીયા, ઉંમર વર્ષ 17
હરેશભાઇ મથુરભાઈ મોરી, ઉમર વર્ષ 18
મજૂરી કામ કરી રહેલા પરિવારના એકના એક દીકરાના મોત થયા છે. રાહુલ પ્રવિણભાઇ જાદવ, મીત ભાવેશભાઈ ગળથિયા અને નમન અજયભાઈ ડાભી આ ત્રણેય પરિવારના એકના એક દિકરા હતા. જેઓના ડુબી જવાથી મોત થયા છે.
લાઠીના ધારાસભ્ય વિરજી ઠુંમરે પણ મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી છે. સાથે જ તેમણે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મદદ કરવા માટે મુખ્યમંત્રીને પત્ર લખી ભલામણ પણ કરી છે. વિરજી ઠુંમરે આ અંગે મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે.
બીજી તરફ કિશોરના મોત પહેલાના સીસીટીવી પણ સામે આવ્યા છે.. જેમા તેઓ નારણ સરોવરમાં ન્હાવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારબાદ ન્હાવા પડે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત