Homeગામનાં ચોરેઅફઘાનિસ્તાનની તાલીબાન સરકારે મહિલાઓના પ્લેનમાં એકલી મુસાફરી કરવા પર પ્રતિબંધ લાદી દીધો

અફઘાનિસ્તાનની તાલીબાન સરકારે મહિલાઓના પ્લેનમાં એકલી મુસાફરી કરવા પર પ્રતિબંધ લાદી દીધો

Team Chabuk-International Desk: અફઘાનિસ્તાનમાં સત્તા પર પગદંડો જમાવ્યા બાદ મહિલા વિરોધી માટે કુખ્યાત તાલીબાન સરકારે વધારે એક ફરમાન લાવ્યું છે. અફઘાનિસ્તાને મહિલાઓના પ્લેનમાં એકલી મુસાફરી કરવા પર પ્રતિબંધ લાદી દીધો છે. શુક્રવારના રોજ કાબુલ હવાઈ મથક પર પહોંચેલી અસંખ્ય મહિલાઓને જણાવવામાં આવ્યું હતું કે તેઓ પુરુષ સંરક્ષક વિના હવાઈ યાત્રા ન કરી શકે. ભીડમાં કેટલીય એવી મહિલાઓ હતી જેમની પાસે બે દેશની નાગરિકતા હતી. તેઓ કેનેડા સહિત વિદેશમાં પોતાના બીજા ઘર પર પરત ફરી રહી હતી.

કેમ એયર અને અફઘાન સ્વામિત્વવાળી એરિયાના એરલાઈન્સમાં એકલી મહિલાઓને ઈસ્લામાબાદ, તુર્કી અને દુબઈ જવાની અનુમતિ નથી મળી. એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ઓર્ડર તાલિબાન નેતૃત્વમાંથી આવ્યો છે. પશ્ચિમી હેરાત પ્રાન્તમાં કશ્મકશ બાદ કેટલીક મહિલાઓને એરલાઈન્સમાં ઉડાન ભરવાની અનુમતિ આપવામાં આવી હતી, જોકે ત્યાં સુધીમાં વિમાન રવાના થઈ ગયા હતા.

આ મુદ્દા પર એરપોર્ટ અધ્યક્ષ અને પોલીસ પ્રમુખની એરલાઈન અધિકારીઓ સાથે બેઠક થશે. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવશે કે મહિલાઓને પુરુષો સાથે જ પ્રવાસ કરવો કે પછી એકલા. મહિનાઓ પહેલા પુરુષને સાથે લીધા વિના 72 કિલોમીટરથી વધારે અંતરની યાત્રા મહિલાઓ ન કરી શકે તે તાલીબાની ફરમાન પર થોડા સમયમાં સરકાર વિમર્શ કરશે.  

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments