Homeસિનેમાવાદટેકનિકલ કારણોસર RRRની સ્ક્રિનિંગ અટકતા રામચરણ અને એનટીઆરના ફેન્સે થીએટર તોડી નાખ્યું

ટેકનિકલ કારણોસર RRRની સ્ક્રિનિંગ અટકતા રામચરણ અને એનટીઆરના ફેન્સે થીએટર તોડી નાખ્યું

Team Chabuk-Cinema Desk: દક્ષિણના સુપરસ્ટાર્સની ફિલ્મોની પ્રતીક્ષા તેના ફેન્સ આતુરતાથી કરતા હોય છે. રિલીઝ સમયે પણ ઢોલ નગારા સાથે દૂધાભિષેક કરી જ્યારે કોઈ ઉત્સવ હોય એમ ઉજવણી કરે છે. આની વચ્ચે કોઈ અડચણ આવી જાય તો? તો શું થાય તેનો પૂરાવો આંધ્રપ્રદેશના વિજયવાડાના અન્નુપૂર્ણા થીએટરમાં ફિલ્મ RRRની સ્ક્રિનિંગ દરમ્યાન જોવા મળ્યો. વિજયવાડામાં ફિલ્મ ચાલતી હતી અને ટેકનિકલ અડચણ આવતા ફેન્સનો મગજ ગયો તો સિનેમાઘરમાં તોડફોડ કરી નાખી.

આંધ્રપ્રદેશના વિજયવાડામાં ફિલ્મપ્રેમીઓનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો જ્યારે RRRની સ્ક્રિનિંગ કોઈ ટેકનિકલ કારણોસર અટકી ગઈ. લોકોએ આપો ખોયો અને તોડફોડ શરુ કરી દીધી. નેઈલ ફેન્સિંગ હટાવી અને વિન્ડો તોડી નાખી, આ ઘટના વિજયવાડાના અન્નપુર્ણા થીએટરમાં ઘટી છે. જૂનિયર એનટીઆર અને રામચરણના ફેન્સે થીએટરની પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવામાં કોઈ કસર બાકી નહોતી રાખી.

RRRને લઈ લોકોનો ઉત્સાહ ચરમ પર છે. કારણ કે એક સાથે બે બે સ્ટાર્સ છે. ફિલ્મમાં તાળીઓ અને સીટી પડે એ તો આપણે જોયું અને સાંભળ્યું જ છે પણ સ્ટાર્સની એન્ટ્રી પર પૈસા પણ ઉડાવવામાં આવી રહ્યા છે. RRRના થીએટર રિએક્શ પણ જોવા મળી રહ્યા છે. જેમાં ફેન્સ સ્ટાર્સની એન્ટ્રી અને એક્શન દૃશ્યો પર પાગલની જેમ નાચી રહ્યા છે. ફિલ્મના બોક્સઓફિસ કલેક્શનની જો વાત કરવામાં આવે તો પહેલા દિવસે ફિલ્મે દરેક ભાષામાં કુલ મળીને 156 કરોડની કમાણી કરી લીધી છે. તો વિશ્વભરમાંથી 223 કરોડની કમાણી કરી લીધી છે. નોર્થ ઈન્ડિયામાં આ ફિલ્મે 25 કરોડની કમાણી કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments