Homeગુર્જર નગરીઉડતા ગુજરાત: દ્વારકાના સલાયામાં મોડી રાત્રે સર્ચ, વધુ 46 કિલો ડ્રગ્સ જપ્ત

ઉડતા ગુજરાત: દ્વારકાના સલાયામાં મોડી રાત્રે સર્ચ, વધુ 46 કિલો ડ્રગ્સ જપ્ત

Team Chabuk-Gujarat Desk: ગુજરાત નશાના કારોબારનું મુખ્ય મથક બની રહ્યું હોય એવું લાગી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ ઝડપાવાનો સિલસિલો યથાવથ છે. દ્વારકાના સલાયામાંથી પોલીસે વધુ 46 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપી લઈ 3 આરોપીની ધરપકડ કરી છે. બે દિવસ પહેલાં જ પોલીસે કુલ 88 કરોડથી વધુનું 17 કિલોગ્રામથી વધુ ડ્રગ્સ ઝડપ્યું હતું. અગાઉ પણ 21 હજાર કરોડનું કચ્છના મુંદ્રા બંદરે ઝડપાયું હતું.

17 કિલો ડ્રગ્સ મળી આવતાં નાર્કોટિક્સ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. જેને લઈને મોડી રાત્રે સલાયામાં અલી અને સલીમ નામના બે શખસનાં ઘરે સર્ચ કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં વધુ 46 કિલો ડ્રગ્સનો જથ્થો મળ્યો છે. 17 કિલો પહેલાં અને 46 કિલો મોડી રાત્રે મળીને અત્યાર સુધીમાં આ કેસમાં કુલ 63 કિલો ડ્રગ્સ જપ્ત કરાયો છે.

દ્વારકામાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાતાં ગુજરાતમાં કાયદો અને સુરક્ષાની સ્થિતિ સામે અનેક સવાલ ઉઠ્યા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે, એની સાથે નશાના કારોબાર અને નશીલા પદાર્થોની હેરાફેરી પણ વધી છે.

ઉલ્લેખનીય છે કે, 2 દિવસ પહેલાં સેજાદ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. સેજાદ 17 કિલોગ્રામ ડ્રગ્સ મુંબઈ લઈ જવાનો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી સેજાદ સલાયાના સલીમ કારા અને અલી કારા નામના બે શખ્સો પાસેથી ડ્રગ્સનો જથ્થો લઈ આવ્યો છે. ત્યારબાદ પોલીસે સલીમ અને અલીની પણ અટકાયત કરી હતી.

બાદમાં અલી અને સલીમ કારાનાં ઘરે સર્ચ કરવામાં આવ્યું. સલીમ અને અલી કારાનાં ઘરેથી 46 કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. હાલ ત્રણ આરોપીની ધરપકડ કરી છે, જેમાં પોલીસને અત્યારસુધી 63 કિલો ડ્રગ્સનો જથ્થો હાથ લાગ્યો છે. આજે પકડાયેલા ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments