Homeગુર્જર નગરીસુરતના સલાબતપુરામાં પિતાએ 14 વર્ષની દીકરી પર બે વાર દુષ્કર્મ આચર્યું, 13...

સુરતના સલાબતપુરામાં પિતાએ 14 વર્ષની દીકરી પર બે વાર દુષ્કર્મ આચર્યું, 13 વર્ષની દીકરીની છેડતી કરી

Team Chabuk-Gujarat Desk:  સુરતમાં એક પિતાએ પોતાની જ એક દીકરીને હવસનો શિકાર બનાવી. જ્યારે બીજી 13 વર્ષની દીકરીની પણ છેડતી કરી. આરોપ છે કે, પિતાએ પોતાની 13 વર્ષની દીકરી પર 8 કલાકમાં બે વાર દુષ્કર્મ આચર્યું અને 13 વર્ષીય દીકરીની છેડતી કરી છે. પોલીસે ગુનો દાખલ કરીને સંબંધોને લાંછન લગાડનારા હવસખોર પિતાની અટકાયત કરી લીધી છે. સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, માન દરવાજા વિસ્તારમાં એક પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની ઉપરાંત 2 દીકરા અને 2 દીકરી છે. તેમાં મોટી દીકરી 14 વર્ષીય અને 13 વર્ષીની છે. અને નિલોફર ધોરણ 8 માં અભ્યાસ કરે છે

આરોપ છે કે, આઠેક મહિના પહેલા ઇમરાને તેની બંને દીકરીઓના શરીરે હાથ ફેરવીને બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારે બંનેએ માતાને ફરિયાદ કરી હતી. પરંતુ માતાએ તે ફરિયાદને ગંભીરતાથી લીધી ન હતી અને પતિને આવું ફરી નહીં કરવાની સલાહ આપી હતી. હવે ફરી આરોપીએ પોતાની વિકૃતિનો શિકાર દીકરીને બનાવી છે. 2 દિવસ પહેલા આરોપી એક દીકરીને દરગાહ પર લઈ ગયો હતો. ત્યારે પણ રસ્તામાં તેની સાથે છેડતી કરી હતી.

આરોપી એટલેથી ન અટકતાં રાત્રે 12થી 1 દરમિયાન આરોપીએ 14 વર્ષની દીકરીનું મોઢું દબાવી બળાત્કાર ગુજાર્યો હતો અને સવારે 8 વાગ્યે બીજી વખત દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું. આ વખતે બંને દીકરીઓ પોલીસ સ્ટેશને પહોંચી ગઈ હતી અને પિતા વિરુદ્ધ ગંભીર આરોપ લગાવ્યા હતા. દીકરીઓની ફરિયાદના આધારે પોલીસે નરાધમ પિતાની તાત્કાલિક અટકાયત કરી લીધી હતી.

દીકરીઓએ પિતા સામે બળાત્કાર-છેડતી બાબતે માન દરવાજા પોલીસ ચોકી પહોંચી હકીકત જણાવી હતી. જે સાંભળી પોલીસ કર્મચારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. હાલ પોલીસે આ કેસમાં આરોપી પિતા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments