Homeગુર્જર નગરીગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યોઃ નકલી મહિલા Dyspનો પર્દાફાશ, મુખ્યમંત્રીને પણ ઉલ્લું બનાવ્યા...

ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યોઃ નકલી મહિલા Dyspનો પર્દાફાશ, મુખ્યમંત્રીને પણ ઉલ્લું બનાવ્યા ?

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં નકલી અધિકારીઓ અને નકલી કચેરીઓ ઝડપાઈ રહી છે. સરકારી તંત્રના નાક નીચે બોગસ વ્યક્તિઓ રોફ જમાવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાંથી વધુ એક નકલી અધિકારીનો પર્દાફાશ થયો છે. નકલી મહિલા પોલીસ અધિકારી ઝડપાી છે. પોતાને DySP ગણાવતી આણંદ જિલ્લાના સોજીત્રાની નિશા સલીમભાઈ વ્હોરાનો પર્દાફાશ થયો છે. જીપીએસસીની પરીક્ષા પાસ કરીને પોતે પ્રથમ રેન્ક મેળવ્યો હોવાનો જુઠ ફેલાવીને સૌને ગોથે ચડાવનાર નિશા વ્હોરાનો પર્દાફાશ થયો છે.

અમદાવાદ ક્રાઈમબ્રાંચમાં DySP તરીકે નિમણૂૂક પામી હોવાનો દાવો કરનાર સોજીત્રાની નિશા વ્હોરાની પૂછપરછ કરવામાં આવી રહી છે. આણંદના સોજીત્રાની નિશા વ્હોરા પોતાને DySP તરીકે ઓળખાવતી હતી અને અમદાવાદ સાયબર ક્રાઈમમાં કાર્યરત હોવાનો તે દાવો કરતી હતી. બે વર્ષ પહેલા તેણે GPSCમાં પ્રથમ રેન્ક સાથે પરીક્ષા પાસ કરી હોવાની ખોટી પ્રસિદ્ધિ મેળવી હતી. એટલું જ નહીં, પણ સરદાર પટેલ યુનિવર્સિટીએ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને અભિનંદન આપ્યા હતા. આ ઉપરાંત તેમના સમાજ દ્વારા પણ તેમનું જાહેર કાર્યક્રમમાં સ્ટેજ પર સન્માન કરવામાં આવ્યું હતું.

Dysp

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથેની તસવીરો પણ સામે આવી છે. નિશા વ્હોરાનું સન્માન સોજીત્રાના ધારાસભ્ય અને મુખ્યમંત્રી પણ કરી ચુક્યા છે. જે-તે સમયે નિશા વ્હોરાએ GPSCની પરીક્ષા પાસ કરવા માટે સંઘર્ષની ખોટી કહાની પણ કહી હતી. તૈયારી માટે કોઈ ક્લાસિસ જોઈન કર્યા વગર જ આપબળે સફળતા મેળવી હોવાનો નિશાએ દાવો કર્યો હતો. જો કે, તપાસ કરતા જાણવા મળ્યું કે GPSCના રિઝલ્ટમાં ક્યાંય નિશાનું નામ જ નથી. નિશા વ્હોરા ક્યાંય નોકરી પણ નથી કરતી. તપાસ કરતા તમામ વાતો ઉપજાવી કાઢેલી નીકળી ત્યારે આણંદ પોલીસ હરકતમાં આવી ગઈ.

નિશા વ્હોરાની આણંદ LCBએ પૂછપરછ હાથ ધરી છે. મોડી રાત સુધી મહિલા અધિકારીની ટીમ દ્વારા પૂછપરછ કરાઈ. પોતાને DySP કહેતી નિશા વ્હોરા સામે સવાલો ઉભા થયા છે. નિશા વ્હોરાએ પોતાનો ખોટો પ્રચાર-પ્રસાર શા માટે કર્યો તે મોટો સવાલ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments