Homeગુર્જર નગરીસોશિયલ મીડિયાનો પ્રેમ: 18 વર્ષની છોકરી 17 વર્ષના છોકરાને પરણવા છત્તીસગઢથી અરવલ્લી...

સોશિયલ મીડિયાનો પ્રેમ: 18 વર્ષની છોકરી 17 વર્ષના છોકરાને પરણવા છત્તીસગઢથી અરવલ્લી પહોંચી ગઈ !

Team Chabuk-Gujarat Desk: મોબાઇલ અને સોશિયલ મીડિયાનું ઘેલુ આજના યુવાપેઢીને એટલી લાગ્યું છે કે કારર્કિદી નિર્માણના ઉજળી તક ખોઇ પ્રેમની વાટ પકડી છે અને આ બધી બાબતોથી માતા-પિતા સાવ અજાણ હોય છે જે ભારે મુશ્કેલી સર્જી શકે છે તેવો આંખ ઉઘાડતો કિસ્સો અરવલ્લી જિલ્લામાં સામે આવ્યો છે. 

વાત છે મેઘરજ તાલુકાના એક ગામનો ધોરણ-12માં અભ્યાસ કરતા 17 વર્ષના છોકરો અને છત્તીસગઢની 18 વર્ષની છોકરીની. બંને મોબાઇલમાં ઇનસ્ટાગ્રામના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા અને ધીમે ધીમે પરીચય એટલો ગાઢ બન્યો કે ચાર મહિના સુધી એકબીજા સાથે વાત કરતા રહ્યા. આમ બંને વચ્ચે પ્રેમ પણ પાંગર્યો. એટલું જ નહીં પ્રેમમાંઅંધ બનેલા બન્ને એકબીજા સાથે લગ્ન કરવાનો પણ નિર્ણય કરી નાંખ્યો ને છોકરીને છતીસગઢથી છેક અરવલ્લીના ગામ સુધી બોલાવી લીધી.  

અચાનક ઘરે આવેલી છોકરીને જોઇને દીકરાના પરિવારજનોએ પૂછપરછ કરતા જાણવા મળ્યુ કે તે છત્તીસગઢથી આવી છે. શરૂઆતમાં છોકરાના મા-બાપ દ્વારા સમજાવવાનો પ્રયાસ કર્યો પણ લગ્ન કરવાના ઇરાદે આવેલી છોકરી મક્કમ જ રહી. આખરે છોકરના મા-બાપે 181 અભયમ હેલ્પલાઇન પર ફોન કરી મદદ માંગી

જેમાં અભયમ ટીમના કાઉન્સેલર ચૌધરી ચેતના, કોન્સ્ટેબલ ભાવના બેન ટીમ સાથે રાત્રે મેઘરજના ગામમાં પહોચીને  છોકરી- છોકરાનું કાઉન્સેલર હાથ ધર્યુ તો જાણવા મળ્યુ કે છોકરી ઘરેથી કોઇને કહ્યા વગર અને છોકરા જોડે હવે લગ્ન જ કરવા નીકળી ગઇ હતી અને ઘરે નથી જવુ તેવી જીદ પકડીને બેઠી હતી. તો સામે છોકરો પણ લગ્ન કરવા જીદ પકડીને બેઠો હતો. છોકરી સાથે વાત કરતા કહ્યુ કે છોકરાએ મને લોકેશન શેર કર્યુ હતુ એ લોકેશન આધારે અહિયા સુધી આવી પોહોંચી છું. છોકરો મને બહુ જ પ્રેમ કરે છે. મને મહારાણીની જેમ રાખશે. ફરવા લઇ જશે. એવા સ્વપ્નો બતાવેલા જેને લીધે છેક અહિ સુધી આવી છું.

181 અભયમ ટીમ દ્વારા છોકરીને એક કલાક સુધી કાઉન્સેલીંગ કર્યુ ત્યારે તેને પોતાના ઘર-પરિવાર વિષે જણાવ્યું અને સમજાવતા તે ઘરે જવા તૈયારી દર્શાવી  અને છોકરાના પરિવારને આગળ કોઇ કાર્યવાહી કરવી ન હોતી અને સુરક્ષિત ઘરે પંહોચાડવી હતી. એટલે છોકરીને સહી સલામત પહોંચાડવાની જવાબદારી લઇને તાત્કાલીક છોકરીને રાત્રે જ ઘરે છત્તીસગઢ મુકવા જવા માટે ટીમ રવાના થઇને ઘરે પંહોચાડી.

આ કિસ્સા પર વાલીઓ પણ ચિંતા કરવાની સાથે તકેદારી રાખવા જેવી છે કે  બાળકોને ઓનલાઇન શિક્ષણ માટે જે મોબાઇલ લઇ આપ્યો છે તેમાં બાળકો સોશિયલ મીડિયાનો કઇ કઇ એપ્લીકેશનનો ઉપયોગ કરે છે અને તેમનુ મિત્રવર્તૂળ કોણ કોણ છે તે ખરેખર જાણવુ જરૂરી છે. વાલીઓ માટે આ એક આંખ ઉઘાડતો કિસ્સો છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments