Homeગુર્જર નગરીપાયાગત શિક્ષણમાં કેરળ સૌથી આગળ ગુજરાતનું એવરેજ પ્રદર્શન

પાયાગત શિક્ષણમાં કેરળ સૌથી આગળ ગુજરાતનું એવરેજ પ્રદર્શન

Team Chabuk-Gujarat Desk: પ્રધાનમંત્રી આર્થિક સલાહકાર પરિષદ (ઈએસી-પીએમ) ભારતમાં મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાત્મકતાની સ્થિતિ પર રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. આ રિપોર્ટ ઈસ્ટીટ્યૂટ ફોર કમ્પિટિટિવનેસે તૈયાર કર્યો છે. જેમાં એક બાળકના સમગ્ર વિકાસમાં શિક્ષાના આરંભના વર્ષોના મહત્વને રેખાંકિત કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતનું કથળતું શિક્ષણ સ્તર પણ સામે આવ્યું છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કેટલાક રાજ્યો અન્ય રાજ્યોના આદર્શના રૂપમાં કામ કરી શકે છે, જોકે તેમને પણ પડકારોનું સમાધાન કરતા અન્ય રાજ્યો પાસેથી શીખવાની આવશ્યકતા છે. આ વાત ન માત્ર સારું પ્રદર્શન કરનારાઓ માટે છે પણ ખરાબ પ્રદર્શન કરનારા રાજ્યો પર પણ લાગુ પડે છે. ઉદાહરણની રીતે નાના રાજ્યોમાં કેરળનું પ્રદર્શન સૌથી સારું રહ્યું છે. જોકે તે કેટલાક અન્ય ઓછા ક્રમાંક વાળા રાજ્ય પાસેથી પણ કશું શીખી શકે છે. જેમ કે આંધ્રપ્રદેશ 38.50, જેની શિક્ષા સુધીની પહોંચમાં કેરળ 36.55 શ્રેષ્ઠ પ્રદર્શન છે.

કેટલાક રાજ્યોએ ખૂબ ખરાબ પ્રદર્શન કર્યું છે. જેમાં અડધાથી વધારે રાજ્યોના અંક રાષ્ટ્રીય એવરેજ 28.05થી પણ નીચે છે. જે તમામ આધારોમાં સૌથી ઓછા છે. મોટા રાજ્યો જેવા કે રાજસ્થાન 25.67, ગુજરાત 22.28 અને બિહાર 18.23નું પ્રદર્શન એવરેજથી ઘણું જ નીચે છે. તેની જગ્યાએ પૂર્વોત્તર રાજ્યોને શ્રેષ્ઠ પ્રદર્શન કરતા તેમનાથી સારા અંક પ્રાપ્ત થયા છે.

આ અવસર પર આયોજિત પેનલ ચર્ચા દરમિયાન ઈએસી-પીએમના અધ્યક્ષ ડો.વિવેક દેબરોયે કહ્યું કે, શિક્ષા સકારાત્મક બહિર્ભાવોની તરફ લઈ જાય છે અને વિશેષ રૂપથી શરૂઆતના વર્ષો દરમ્યાન પ્રાપ્ત થનારી શિક્ષાની ગુણવત્તા મહત્વપૂર્ણ છે. ઉપચારાત્મક કાર્યવાહી માટે સાક્ષરતા અને સંખ્યાત્મકતામાં હાજર યોગ્યતાઓ અને રાજ્યોની વચ્ચે વિવિધતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments