Homeગામનાં ચોરેભાજપના સાંસદે યુવા પહેલવાનને મંચ પરથી થપ્પડ શું કામે મારી?

ભાજપના સાંસદે યુવા પહેલવાનને મંચ પરથી થપ્પડ શું કામે મારી?

Team Chabuk-National Desk: ભારતીય કુશ્તી સંઘ (WFI)ના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના ભાજપના સાંસદ બૃજભૂષણ શરણસિંહ રાંચીના ખેલ ગામમાં આવેલ શહીદ ગણપત રાય ઈન્ડોર સ્ટેડિયમમાં ચાલી રહેલી અંડર-15 નેશનલ કુશ્તી ચેમ્પિયનશીપના પ્રથમ દિવસે એક પહેલવાનને થપ્પડ મારી દેતા સમસ્યામાં ફસાયા છે. બૃજભૂષણસિંહ આ ટૂર્નામેન્ટમાં અતિથિ તરીકે ભાગ લેવા આવ્યા હતા. યુવા પહેલવાનને થપ્પડ માર્યા બાદ તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર ભરપૂર વાઈરલ થઈ રહ્યો છે.

આ સ્પર્ધા અંડર-15 માટે આયોજીત કરવામાં આવી હતી અને બૃજભૂષણજીએ જે પહેલવાનને જબરદસ્ત થપ્પડ લગાવી તેની વય 15 નહોતી, પણ તેનાથી અત્યાધિક હતી. આ યુવા પહેલવાન પણ ઉત્તર પ્રદેશનો જ છે. જ્યારે વેરિફિકેશનમાં તેની વય 15 વર્ષ કરતા વધારે હોવાનું સામે આવ્યું તો જવાબદાર અધિકારીઓએ તેને ડિસ્કવાલિફાઈ કરી દીધો.

એ પછી પહેલવાન અતિથિઓના મંચ પર જઈ ચડ્યો, એ વિચારે કે ત્યાં વિનંતી કરશે તો તેને સ્પર્ધામાં ભાગ લેવા દેવામાં આવશે. મંચ પર જઈને તે વિનવણી કરવા લાગ્યો. એ જ મંચ પર ભારતીય કુસ્તી સંઘના અધ્યક્ષ પણ બિરાજમાન હતા. તેમણે પિત્તો ગુમાવતા પહેલાવાનને જોરથી થપ્પડ ફટકારી દીધી.

થપ્પડની ઘટના બન્યા બાદ ત્યાં હંગામો મચી ગયો હતો. ટેકનિકલ પદાધિકારીઓએ કહ્યું કે રમતના નિયમથી સર્વોપરી કોઈ નથી. યુવા પહેલવાને અનુશાસનહીનતાનું પ્રદર્શન કર્યું છે. તે મુદ્દા પર પણ ખેલ સંઘ ધ્યાન આપશે. જોકે થપ્પડ મારવી એ ઉચિત છે કે નહીં તેના પર કોઈ પણ જવાબદાર વ્યક્તિ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. 64 વર્ષીય બૃજભૂષણ શરણ સિંહ ઉત્તર પ્રદેશના કૈસરગંજથી ભાજપની ટિકિટ પર લોકસભાના સાંસદ બન્યા છે. આ સિવાય તેઓ ગૌડા લોકસભા વિસ્તારનું પ્રતિનિધિત્વ પણ કરે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments