Team Chabuk-Gujarat Desk: સુરતમાં એક ચોંકાવનારી દુર્ઘટના બની. અહીં એક માસૂમ બાળકીના ગળામાં રમતા રમતા (મફલર) ગમછો વિંટોળાઈ ગયું જે બાદ બાળકીનો પગ લપસ્યો. જેમાં બાળકીને ગળેફાંસો લાગી જતા તેનું ઘટનાસ્થળ પર જ મોત થયું. તાજેતરમાં જ 21મી જુલાઈએ જ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
અમરોલી કોસાડ આવાસમાં રહેતા અને મૂળ ઓરિસ્સાના મનોજભાઈના પરિવાર પર આ આફત આવી પડી છે. લુમ્સના કારાખાનામાં કામ કરતા મનોજભાઈની 5 વર્ષની દીકરી એસ્પીતા સાથે આ દુર્ઘટના બની છે.
21 જુલાઈએ મનોજભાઈ શાકભાજી લેવા ગયા હતા અને તેમના પત્ની રસોઇ બનાવી રહ્યાં. હતા તે સમયે બારી નજીક ફોન પર ગેમ રમતી દીકરી બારી પાસે ગઈ હતી જ્યાં પિતાનો ગમછો સુકાઈ રહ્યો હતો. આ ગમછો કોઈક રીતે તેના ગળે વિટળાયો હતો અને બાદમાં દીકરીનો પગ લપસી જતા ફાંસો લાગી ગયો હતો.

બીજી તરફ મનોજભાઈના પત્નીએ બુમ પાડવા છતા દીકરીએ કોઈ જવાબ ન આપતા તેઓ તાત્કાલિક જોવા ગયા હતા. જ્યાં એસ્પીતાને ફાંસો લાગી ગયાનું જોતા જ તેઓ તાત્કાલિક દીકરીને ગમછામાંથી છોડાવી હતી અને બેભાન અવસ્થામાં જ હોસ્પિટલ લઈ ગયા હતા. એક પછી એક 3 ખાનગી હોસ્પિટલમાં રિફર થયા બાદ લાલદરવાજાની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન એસ્પીતાએ દમ તોડ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત