Homeવિશેષહૃદયરોગ અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગથી બચવા આટલું જરૂર કરો, વૈજ્ઞાનિકોના સંશોધનમાં...

હૃદયરોગ અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગથી બચવા આટલું જરૂર કરો, વૈજ્ઞાનિકોના સંશોધનમાં સામે આવી માહિતી

Team Chabuk-Special Desk: આજના સમયમાં હૃદયરોગ અને ડાયાબિટીસની બીમારી જીવલેણ બની રહી છે. આ ગંભીર બીમારીના કારણે દરરોજ મોટી સંખ્યામાં લોકોના મોત થઈ રહ્યા છે. હૃદયરોગના કારણે તો નાની ઉંમરમાં જ લોકોના મોત થઈ રહ્યા છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે વધતી જતી ઉંમરના કારણે આ બીમારીનું જોખમ વધુ દેખાય છે. ત્યારે આ ગંભીર બીમારથી બચવા માટે વૈજ્ઞાનિકોએ એક રસ્તો શોધી કાઢ્યો હોવાનો દાવો એક અભ્યાસમાં કરાયો છે.

150 મિનિટ સુધી મધ્યમ કસરત કરવી

અમેરિકન હાર્ટ એસોસિએશન દ્વારા બહાર પાડવામાં આવેલા અભ્યાસમાં સંશોધકોએ કહ્યું છે કે, જીવનશૈલીમાં સુધારા કરવાથી આવા જોખમોને ઘણે અંશે દૂર કરી શકાય છે. વધુમાં અઠવાડિયામાં 150 મિનિટ સુધીની મધ્યમ કસરત કરવાથી હૃદયરોગ અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગોના ખતરો ટાળી શકાય છે. એટલું જ નહીં આમ કરવાથી નાની ઉંમરે મૃત્યુના જોખમથી પણ બચી શકાય છે. છે.

અમેરિકન હાર્ટ એસોસિએશન દ્વારા હાથ ધરાયેલા સંશોધનમાં જણાવાયા પ્રમાણે શારીરિક પ્રવૃતિઓ નિયમિત કરવા અંગે 30 વર્ષની ઉંમરના 1.16 લાખથી વધુ લોકો પર સંશોધન હાથ ધરાયુ હતું. આ સંશોધનનું પરીણામ એ આવ્યું કે શારીરિક પ્રવૃત્તિ ક્રોનિક રોગના વધતા જોખમને અટકાવવામાં ફાયદો આપે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, હૃદયરોગ વિશ્વભરમાં મૃત્યુના મુખ્ય કારણોમાંથી એક છે. જે મૃત્યુના 30 ટકાથી વધુ પરિબળોમાં જવાબદાર છે. વધુમાં શરીરને એક્ટિવ રાખવાની ટેવ પણ હૃદયરોગના કારણે થતા મૃત્યુના ખતરાને ઘટાડવામાં ફાયદાકારક નીવડે છે.

અભ્યાસમાં સંશોધકોએ જણાવ્યું હતું કે શારીરિક પ્રવૃત્તિ મધ્યમ અને નાની ઉંમરે થતા મૃત્યુના તમામ કારણોના જોખમને ઘટાડવામાં મદદરૂપ નીવડે છે. એટલું જ નહિ હાલમાં વધતી જતી બીમારીઓના કારણમાં શારીરિક નિષ્ક્રિયતાને મુખ્ય કારણ તરીકે જોવામાં આવી રહ્યું છે. સંશોધનમાં જાહેર થયેલી વિગત મુજબ જો યુવાનો દરરોજ કસરત તરફ આકર્ષાય તો તેઓ મોટા જોખમથી બચી શકે છે.

અગાઉના પણ ઘણા અભ્યાસોમાં હૃદયરોગના કારણે મૃત્યુના જોખમને ઘટાડવા માટે કસરતની જરૂરિયાત પર વૈજ્ઞાનિકો દ્વારા ભાર મૂકવામાં આવ્યો છે. બેઠાડુ જીવન હૃદયના રોગો માટેના સૌથી મોટા જોખમ તરીકે ગણવામાં આવે છે તેવું અમેરિકન હાર્ટ એસોસિએશનના સર્ક્યુલેશન જર્નલમાં પ્રકાશિત 2003ના અભ્યાસમાં જણાવાયું હતું. બેઠાડુ જીવન એ હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશર, બ્લડ લિપિડ અસાધારણતા, ધૂમ્રપાન અને સ્થૂળતા માટેના 5 મુખ્ય જોખમી પરિબળોમાંનું એક છે. તેવું સંશોધકોના અહેવાલમાં સામે આવ્યું છે. બીજી તરફ વૈજ્ઞાનિકોએ એમ પણ જણાવ્યું કે કસરતનો અર્થ માત્ર જિમ જવું નથી. આ માટે ગોલ્ફ રમવા, ગાર્ડનિંગ, સાયકલિંગ, સ્વિમિંગ સહિતની કસરતો પણ કરી શકાય છે.

અભ્યાસ બાદ સંશોધકોની ટીમના જણાવાયા અનુસાર આ પરિણામો પરથી સાબિત થાય છે કે નિયમિત શારીરિક પ્રવૃત્તિ કરવાથી નાની ઉંમરમાં મૃત્યુનો ખતરો 21 ટકા ઘટાડી શકાય છે. આ ઉપરાંત હૃદય રોગને અટકાવવા માટે તમાકુ અને મીઠાના વધુ પડતા ઉપયોગ-સેવનથી બચવું જોઈએ. યુવાનોમાં વધતા જતા હૃદયરોગના જોખમને હવે તમામ વ્યક્તિએ તેને અટકાવવા માટે જરૂરી કાર્યવાહી કરવી જોઈએ પછી ભલે તે સ્વસ્થ હોય તો પણ તે જરૂરી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments