Homeગુર્જર નગરીહત્યા કે આત્મહત્યા: સગાઈ થયેલા યુવક-યુવતીનો મૃતદેહ જંગલમાં ઝાડ પર લટકતી હાલતમાં...

હત્યા કે આત્મહત્યા: સગાઈ થયેલા યુવક-યુવતીનો મૃતદેહ જંગલમાં ઝાડ પર લટકતી હાલતમાં મળ્યો

Team Chabuk-Gujarat Desk: અરવલ્લીના શામળાજી નજીક ધૂળેટાના જંગલમાં સગાઈ કરેલા યુવક યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. યુવક અને યુવતીના મૃતદેહ ઝાડ પર લટકતા હતા. જેથી બંનેએ આત્મહત્યા કરી છે કે હત્યા થઈ છે તે અંગે અનેક સવાલો ઉઠ્યા છે. દાવો છે કે, જે યુવક-યુવતીની લાશ મળી આવી છે તેમની સગાઈ થઈ ગઈ હતી. જેથી સગાઈ થઈ ગઈ હોવા છતાં શા માટે આત્મહત્યા કરી તે અંગે અનેક સવાલો ઉઠ્યા છે.

બનાવની જાણ થતાં જ શામળાજી પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી શરૂ કરી હતી. યુવક યુવતીના મોત અંગેનું કારણ જાણવા માટે પોલેસ ડોગ સ્ક્વોડ અને FSLની મદદ લીધી છે. આ ઘટના અંગે યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

કોણ છે યુવક-યુવતી ?

યુવક અને યુવતી બંને ધુળેટા ગામના જ છે. યુવકની ઓળખ સંજય રસીકભાઈ પાંડોરા તરીકે થઈ છે. જ્યારે યુવતીની ઓળખ  સાનિયા પોપટભાઈ ડામોર તરીકે કરવામાં આવી છે. બંનેનો મૃતદેહ દુપટ્ટા સાથે બાંધેલી હાલતમાં લટકી રહ્યો હતો.

લગ્નની ના પાડતા આત્મહત્યા

રાજ્યમાં થોડા સમયમાં આત્મહત્યાના કેસ વધ્યા છે. થોડા સમય પહેલાં મોડાસામાં પણ એક યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. સગાઈના એક વર્ષ બાદ યુવકે લગ્નની ના પાડતાં યુવતીએ જીવન ટૂંકાવી લીધું હતું.     

હિંમતનગર 19 વર્ષની યુવતીની આત્મહત્યા

આ તરફ હિંમતનાગરના  કનાઈ ગામે પણ એક 19 વર્ષની યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનામાં યુવતીના અંતિમ સંસ્કાર બાદ ચોંકાવનીરા વિગતો સામે આવતા યુવતીના પિતાએ વિધર્મી યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. યુવતીના અંતિમ સંસ્કાર બાદ તેના મોબાઈલમાંથી વિધર્મી યુવકના મેસેજ મળી આવ્યા હતા.

તારંગાના જંગલાંથી મળી હતી ત્રણ લાશ

તાજેતરમાં જ મહેસાણા જિલ્લાના તારંગાનાં જંગલમાંથી પણ એક સાથે ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા. જંગલમાંથી 23 વર્ષના યુવક, 22 વર્ષની યુવતી અને એક 3 વર્ષના બાળકની લાશ મળતા સમગ્ર વસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments