Team Chabuk-Gujarat Desk: દુર્લભ બીમારીથી પીડાતી 13 મહિનાની બાળકીનો જીવ બચી જાય આ માટે દુનિયાભરમાંથી દુઆઓ માગવામાં આવી હતી, પણ બાળકીનો જીવ 16 કરોડ રૂપિયાનું મોંઘુ ઈન્જેક્શન લગાવ્યા છતાં નહોતો બચી શક્યો. કેટલાક લોકો દ્વારા આર્થિક મદદ પૂરી પાડવામાં આવી હતી જેથી કરીને વેદિકાનો જીવ બચી જાય. રવિવારની સાંજે પુણેના દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં આ બાળકીએ અંતિમ શ્વાસ લીધો હતો.
બાળકીના પિતા સૌરભ શિંદે જણાવ્યું હતું કે, ‘રવિવારની સાંજે બાળકીને અચાનક શ્વાસની તકલીફ થવા લાગી હતી. અમે તુરંત તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. તેને વેન્ટીલેટર પર રાખવામાં આવી હતી. ડોક્ટરે તેનો જીવ બચાવવા માટે પૂરતા પ્રયત્નો કર્યા હતા. પણ બાળકીનો જીવ બચી નહોતો શક્યો. વેદિકાને ગત મહિને જ ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું. તેની સ્થિતિમાં સુધારો પણ થયો હતો અને ગત મહિને જ તેનો જન્મદિવસ પણ ઉજવ્યો હતો.’
આ બાળકીનું નામ વેદિકા શિંદે હતું. તેના મૃત્યના કેટલાક કલાકો પહેલા જ તેના પરિવારજનો દ્વારા તેની તબિયતમાં સુધાર થઈ રહ્યો હોવાનું સોશિયલ મીડિયામાં જણાવી, વેદિકા માટે ચિંતિત લોકોને અવગત કર્યા હતા. પરિવારજનોએ વેદિકાની તસવીરો પણ સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી.
કરોડરજ્જુની માંસપેશી સંબંધિત ગંભીર બીમારી એસએમએ ટાઈપ-એકથી પીડિત વેદિકાનું પિંપરી ચિંચવાડ વિસ્તારમાં આવેલા એક ખાનગી દવાખાનામાં રવિવારની સાંજે છ વાગ્યે મોત થયું હતું. ઘરમાં શ્વાસ લેવા સંબંધિત તકલીફ સર્જાવાના કારણે તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
આ બીમારી એવી હતી કે કોઈ પણ સામાન્ય પરિવાર તેનો ખર્ચ ઉઠાવી ન શકે. જેથી માતા પિતાને દાનમાં 16 કરોડ રૂપિયા મળ્યા હતા. દિનાનાથ મંગેશકર હોસ્પિટલમાં આ બાળકીને ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું અને તે સ્વસ્થ જ રહે તેવી કામના કરવામાં આવી હતી. વેદિકાના પરિવારજનોના જણાવ્યા અનુસાર મૃત્યુનાં થોડા સમય પહેલા તેની સ્થિતિમાં સુધારો દેખાઈ રહ્યો હતો. બાળકીનો ઈલાજ કરી રહેલા ડોક્ટરે કહ્યું હતું કે, દૂધ પીવામાં બાળકીને તકલીફ પડી રહી હતી અને બાદમાં તેનું મોત થયું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત