શૈલેષ નાઘેરા: ગીર સોમનાથ જિલ્લામાં આવેલી સિદ્ધિ સિમેન્ટ ફેક્ટરી સામે ટ્રક માલિકો 10 દિવસથી હડતાળ પર ઉતર્યા છે. 10 દિવસથી તમામ ટ્રકના પૈડાં થંભી ગયા છે. કંપની ટ્રકના ભાડામાં વધારો ન કરતી હોવાથી ટ્રક માલિકોએ કંપની સામે મોરચો માડ્યો છે અને ટ્રક ભાડું વધારવા માંગણી કરી છે. ટ્રક માલિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી ભાવ વધારો નહીં કરવામાં આવે ત્યાં સુધી ત્યાં સુધી એક પણ ટ્રક નહીં ચાલે. ટ્રક માલિકો પ્રતિ કિલોમીટર દીઠ 35 પૈસાનો વધારો માગી રહ્યા છે.
ડિઝલ મોંઘુ, સ્પેર્ટપાર્ટ મોંઘા
ટ્રક માલિકોનું કહેવું છે કે, ડિઝલના ભાવ વધતાં ટ્રકનું ભાડું વધારવાની ફરજ પડી છે. ડિઝલ મોંઘુ થતાં તેમના પર ખર્ચનો બોજ વધ્યો છે. ઉપરથી ટ્રકના સ્પેરપાર્ટ્સ પણ મોંઘા થયા છે. વળી ટ્રક માલિકોને ડ્રાઈવર અને ક્લીનરનો પગાર પણ આપવનો હોય છે. આમ, સરવાળે ટ્રક માલિકોને પૂરતું વળતર નથી મળી રહ્યું. જો હજું પણ કંપની પોતાની મનમાની કરશે તો આગળ પણ હડતાળ ચાલુ જ રહેશે.
વણઉકેલ્યા પ્રશ્નો
આ ઉપરાંત કંપનીમાં ચાલતા ટ્રકના ડ્રાઈવરોને અન્ય ત્રણ પ્રશ્નો પણ મૂંઝવી રહ્યા છે. આરોપ છે કે, કંપનીમાં યોગ્ય પાર્કિંગની વ્યવસ્થા, શૌચાલયની વ્યવસ્થા અને લાંબી ટ્રીપ કરીને આવેલા ડ્રાઈવર માટે આરામ કરવાની વ્યવસ્થા પણ નથી. ટ્રક અને પાર્કિંગની બાજુમાં જ ડ્રાઈવરને આરામ કરવો પડે છે. ડ્રાઈવર અને ટ્રક માલિકોનું કહેવું છે કે, સરકારના નિયમ મુજબ કંપની પાસે ડ્રાઈવરને આરામ કરવા માટે ગેસ્ટહાઉસ હોવું ફરજિયાત છે. જેથી ડ્રાઈવર સારી રીતે ઉંઘ લઈ શકે અને પરિણામે અકસ્માતના બનાવો ઘટી શકે. સરકારના નિયમ પ્રમાણેની કોઈ વ્યવસ્થા કંપનીમાં ન હોવાનું ટ્રક ડ્રાઈવર અને ટ્રકના માલિકોએ આરોપ લગાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામે આવેલી ગુજરાત સિદ્ધિ સિમેન્ટ પ્રા. લિમિટેડ કંપનીમાં હજારો ટ્રક માલ-સામાનનું પરિવહન કરે છે. જેની સાથે હજારો ટ્રકડ્રાઈવર અને ક્લીનરની પણ રોજીરોટી સંકળાયેલી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત