Team Chabuk-Gujarat Desk: આજથી ગુજરાત વિધાનસભા સત્રનો પ્રારંભ થયો છે ત્યારે સત્રના પ્રથમ દિવસે જ કોંગ્રેસે વિધાનસભા ગૃહમાં આક્રમક સૂત્રોચ્ચાર કર્યા હતા. સત્ર પહેલાં કોંગ્રેસના ધારસભ્યોએ વિધાનસભા ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. ધારાસભ્યોએ બેનર પહેરીને ભાજપ વિરુદ્ધમાં નારેબાજી કરી હતી. વિધાનસભા ગૃહમાં રાજ્યપાલનું પ્રવચન શરૂ થતા જ ‘ભાજપ તારા રાજમાં ડ્રગ માફિયા મોજમાં’, ‘ગૃહમંત્રી રાજીનામું આપે..’ના નારા લગાવ્યાં હતા. સાથે જ પ્લે કાર્ડ બતાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
વિધાનસભા ગૃહમાં રાજ્યપાલનું પ્રવચન શરૂ થતા જ કોંગ્રેસનો હોબાળો પણ શરૂ થઈ ગયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડવાલા નાના ટેક્સટાઇલ ઉદ્યોગ બંધ થતાં પ્રતિકાત્મક વિરોધ કરવા પહોંચ્યા હતા. જ્યારે શૈલેષ પરમારે જણાવ્યું કે, સરકારનો પેપરલીક કાંડ અને પોલીસનો ખંડણી કાંડના મુદ્દે ચર્ચા કરીશું. વિધાનસભા ગૃહના માહોલની વાત કરીએ તો ત્યાં ભાજપના સભ્યો શાંત જોવા મળ્યા હતા જ્યારે કોંગ્રેસના સભ્યો ઉશ્કેરાયેલા હતા. કેટલાક સભ્યો પોતાની બેઠક છોડી વેલ તરફ ઘસી ગયા હતા.
કોંગ્રેસના ધારાસભ્યોએ ગોવિંદ પટેલના સૂત્રોચ્ચાર બોલાવ્યા હતા. ‘ગોવિંદભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ.’ ‘ગોવિંદભાઇને અભિનંદન ભાઈ અભિનંદન.’ના નારા પણ લગાવ્યા હતા. મહત્વનું છે કે રાજકોટમાં કમિશનર તોડકાંડ મામલે કોંગ્રેસના ધારાસભ્યો સરકારને ઘેરવાના મૂડમાં છે. ત્યારે કમિશનર કાંડને બહાર લાવનાર ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલને અભિનંદન આપતાં નારા પણ કોંગ્રેસના ધારાસભ્યોએ લગાવ્યા હતા.
આજથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થયું છે અને આવતીકાલે નાણામંત્રી બજેટ રજૂ કરવાના છે, ત્યારે ગુજરાતના બજેટ અંગે નાણામંત્રી કનુ દેસાઈએ કહ્યું કે, ખેડૂતો, યુવાનો, મહિલાઓ માટે સારું બજેટ હશે. તમામ વર્ગને ઘ્યાનમાં રાખનારું બજેટ હશે. માછીમારો, આદિવાસીઓને ધ્યાને રાખીને બજેટ આવશે. નોકરિયાત વર્ગ માટે બજેટ સારું હશે. નવી યોજનાઓ અને વધારા સાથેનું બજેટ હશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
