Team Chabuk-International Desk: રશિયા અને યુક્રેનની વચ્ચે ભારેલો અગ્નિની સ્થિતિ છે. યુક્રેન એક રાષ્ટ્ર તરીકે ધીમે ધીમે રશિયાના અજગર ભરડામાં સપડાઈ રહ્યું છે તો બીજી તરફ અન્ય રાષ્ટ્રો રશિયા પર પ્રતિબંધ લાદી તેની કમર તોડી નાખવાની ફિરાકમાં લાગ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીનની વિરૂદ્ધ દુનિયાભરના દેશોમાંથી આક્રોશ વધી રહ્યો છે. રશિયાએ યુક્રેન પર હુમલો કરતા હવે અન્ય રાષ્ટ્રોએ લાલ આંખ કરી છે. રશિયાની મુદ્રા રુબલ ધરાયાશી થઈ ચૂકી છે. બજારમાં હાહાકાર મચી ચૂક્યો છે. બેંકો પર ફોરેન રિઝર્વમાં પ્રતિબંધ લાગી ચૂક્યા છે અને દેશની ખમતીધર બેંકોની હાલત પસ્ત થઈ ચૂકી છે. આ વચ્ચે એપલ અને નાઈકી કંપનીએ પણ રશિયાની સામે બાંયો ચડાવી જોરદાર ઝટકો આપ્યો છે. એવામાં એ કહેવું જરાં પણ અતિશ્યોક્તિસભર નહીં રહે કે યુક્રેન પર આક્રમણ કર્યાં બાદ રશિયાએ પોતાના પગ પર કુહાડો ઝીંકી દીધો છે.
એપલે શું કર્યું ?
અમેરિકાની ટેક દુનિયાની દિગ્ગજ કંપની એપલે રશિયામાં પોતાના તમામ ઉત્પાદનો પર આકરા પ્રતિબંધ લાદી દીધા છે. એપલે રશિયામાં પોતાની તમામ સેવાઓ સ્થગિત કરી દીધી છે. કંપની તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, એપલે યુક્રેન પર આક્રમણ બાદ રશિયામાં આઈફોન અને તેના અન્ય ઉત્પાદનોના વેચાણને અટકાવી દીધા છે. એપલે ભાર મૂકતા કહ્યું છે કે કંપની એ તમામ લોકોની સાથે છે જે હિંસાથી પીડિત છે. આ જ કારણ છે કે 14.5 કરોડની વસતિ ધરાવતા દેશમાં પોતાની સેવાઓ તાત્કાલિક અસરથી બંધ કરી દીધી છે.
એપલના નક્શેકદમ પર નાઈકી
એપલની તરફથી રશિયામાં ઉત્પાદનોના વેચાણ પર અટકાયત અને અન્ય સેવાઓ પર પ્રતિબંધ બાદ કંપનીના શેર ગગળી ગયા છે. આ નિર્ણય બાદ કંપનીના શેર 1.2 ટકાવારીથી તૂટીને 162.30 ડોલર પર બંધ રહ્યા હતા. એપલની સાથે એથલેટિકવિયર નિર્માતા કંપની નાઈકીએ પણ તેના નક્શેકદમ પર ચાલતા રશિયામાં પોતાના ઉત્પાદનના વેચાણને અટકાવવાની ઘોષણા કરી દીધી છે. વિશ્વની આ બે મોટી કંપનીના કારણે રશિયા હવે આર્થિક ભીંસમાં મૂકાઈ ચૂક્યું છે. આવનારા સમયમાં અન્ય કંપનીઓ પણ રશિયાની સામે લાલ આંખ કરતા ઉત્પાદન પર પ્રતિબંધ મૂકે તો નવાઇ નહીં. એક રીતે કદાચ રશિયા યુદ્ધ જીતી જાય અને યુક્રેન તેના તાબા હેઠળ આવી જાય તોપણ રશિયા જીતેલી બાજી પણ હારી જશે.
તાજેતાજો ઘાણવો
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત
- દુષ્કર્મના કેસના આરોપી જૈન મુનિને સુરત કોર્ટે ફટકારી 10 વર્ષની સજા