Homeગુર્જર નગરીમહેન્દ્ર ફડદુએ સ્યુસાઈડ નોટમાં લખ્યું, ‘બિલ્ડરો કહેતા કે, અમારે રાજકીય લોકો સાથે...

મહેન્દ્ર ફડદુએ સ્યુસાઈડ નોટમાં લખ્યું, ‘બિલ્ડરો કહેતા કે, અમારે રાજકીય લોકો સાથે સંબંધ છે, મંત્રીઓ અમારા ભાગીદાર છે, અમારું કોઈ કાંઈ કરી લેશે નહીં’

Team Chabuk-Gujarat Desk: રાજકોટના જાણિતા એડ્વોકેટ, બિલ્ડર, કડવા પાટીદારની સંસ્થા ક્લબ યુવીના મેનેજિંગ ડાયરેક્ટર, સરદારધામના ટ્રસ્ટી એવા પાટીદાર અગ્રણી મહેન્દ્ર ફડદુએ આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા કરતાં પહેલાં મહેન્દ્ર ફડદુએ તમામ મીડિયાને એક સ્યુસાઈડ નોટ રૂપી પ્રેસનોટ મોકલી હતી અને બાદમાં ઝેરી દવા ગટગટાવી ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. મહેન્દ્ર ફડદુએ આ પગલું ભર્યાની જણ થતાં જ તેમના પરિવારજનો અને સગા સંબંધીઓમાં આઘાત જોવા મળી રહ્યો છે. ઘટના બાદ મહેન્દ્ર ફડદુને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

ઓફિસના સ્ટાફને સવારે મોડા આવવા કહ્યું

મહેન્દ્ર ફડદુએ આજે પોતાની ઓફિસમાં જ આત્મહત્યા કરી લીધી છે. ગઈકાલે રાત્રિના સમયે મહેન્દ્ર ફડદુએ ઓફિસ સ્ટાફને સવારે ઓફિસે મોડા આવવાનું કહ્યું હતું. અને પોતે સવારે સાડા આઠ વાગ્યે ઘરેથી નીકળી ગયા હતા અને સીધા ઓફિસે પહોંચ્યા હતા. રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ આવેલા નક્ષત્ર બિલ્ડિંગના પાંચમાં માળે આવેલી તેમની કલ્પતરુ પ્રોપર્ટીની ઓફિસમાં ઝેરી દવા ગટગટાવી ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. મહેન્દ્ર ફળદુને સંતાનમાં એક જ પુત્ર છે જેનું નામ પ્રિયાંક ફળદુ છે. એ પણ પિતાના વ્યવસાયમાં સાથે કામ કરતા હતા અને ગત નવેમ્બર મહિનામાં જ તેમના લગ્ન થયા હતા. ગઇકાલે રાત્રિના મહેન્દ્ર ફળદુએ ઓફિસ સ્ટાફને સવારે ઓફિસ મોડું આવવા માટે સૂચના આપી હતી અને પોતે સવારે 8.30 વાગ્યે ઘરેથી નીકળી સીધા ઓફિસ પહોંચ્યા હતા અને ઓફિસ પહોંચી આત્મહત્યા કરી લીધી હતી.

ઓઝોન ગ્રુપ પર આરોપ

મહેન્દ્ર ફડદુએ આત્મહત્યા કરતાં પહેલા સ્યુસાઈડ નોટ લખી હતી જેમાં, ઓઝોન ગ્રુપ જવાબદાર હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 33 કરોડની મિલકતના દસ્તાવેજ કરી ન આપતા હોવાનો આરોપ મહેન્દ્ર ફડદુએ લગાવ્યો છે. અને તેઓના ગ્રુપના 70 કરોડના દસ્તાવેજ હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. સ્યુસાઈડ નોટમાં મહેન્દ્ર ફડદુએ લખ્યું છે કે, રાજકોટ શહેરના બિલ્ડર એમ.એમ.પટેલ (સુરેજા), અમિતભાઈ ચૌહાણ, અતુલભાઈ મહેતા તથા અમદાવાદના ઓઝોન ગ્રુપના જયેશકુમાર કાન્તિલાલ પટેલ, દીપક મણીલાલ પટેલ, પ્રકાશ ચંદુલાલ પટેલ, પ્રણવકુમાર કાન્તિલાલ પટેલ સાથે મળીને અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના બલદાણામાં આશરે પાંચેક લાખ વાર જગ્યા ધ તસ્કની બીચ સીટી ના નામનો પ્રોજેક્ટ બનાવી રહ્યા છે. તે પ્રોજેક્ટમાં મેં પોતાના નામે, સગા-વ્હાલાના નામે આશરે 48 હજાર ચોરસ વાર જમીન વર્ષ 2007માં બુક કરાવેલ, તે જ રીતે નાના ભાઈ રમેશ કેશવલાલ ફડદુ, શૈલેષ કેશવલાલ ફડદુ, સગા કાકા વિનયકાંત ટી. ફડદુ સહિતના અન્ય લોકોએ આશરે એક લાખ વાર જગ્યા મહેન્દ્ર ફડદુ મારફતે બુક કરાવેલ અને તેનું પેમેન્ટ વર્ષ 2007માં જ કરી આપેલ છે. આ રકમ આશરે ત્રણ કરોડથી વિશેષ થાય છે. તે રકમ પણ વર્ષ 2007માં જ કંપનીમાં જમા કરાવેલ છે. રોકડ રકમનો વહીવટ અલગ છે.

આ બાબતે, કંપની, કંપનીના ભાગીદારો સાથે ઘણા સમય થયા વાદ-વિવાદો ચાલતાં હતાં. કંપની વતી બુકિંગમાં મધ્યસ્થી તરીકે મહેન્દ્રભાઈ ફડદુ હતાં. તેઓએ રોકાણકારોને યોગ્ય રકમ, મધ્યસ્થી કહે તેવી રકમ કંપની ચુકવી હિસાબ પૂર્ણ કરવા પ્રયત્ન કરતાં હતાં. વિકલ્પે બુકિંગ સમયે કંપનીએ જણાવેલ ડેવલોપમેન્ટ સાથેની જમીનના વેચાણ દસ્તાવેજો કરી આપવા માટે કંપનીને તથા તેના ડાયરેક્ટરોને ખુબ જ વિનંતીઓ કરેલ પરંતુ તેમાં મહેન્દ્ર ફડદુને કોઈ સફળતા મળેલ નહીં. કંપનીના ડાયરેક્ટરો સમાધાનને બદલે અવાર નવાર ધમકીઓ આપતાં હતા. એમ.એમ. પટેલ અને તેમના પુત્ર યતીન મનસુખભાઈ સુરેજા, અતુલ મહેતાએ આ અન્વયે ખોટા કારણો ઉભા કરીને પોલીસ ફરિયાદો પણ કરેલ હોવાનું જાણવા મળેલ છે. આમ કરીને બિલ્ડર રોકાણકારો ઉપર પોલીસ મારફતે ધમકીઓ આપતાં હતા અને કંપનીના ડાયરેક્ટરો વિશેષમાં એવું પણ કહેતાં હતાં કે, અમારે રાજકીય લોકો સાથે સંબંધ છે, મંત્રીઓ અમારા ભાગીદાર છે. રાજકીય આગેવાનો, સંસદ સભ્યો અમારી જગ્યામાં/ઓફિસમાં બેસે છે. તેમના કાર્યાલયો પણ અમારી જગ્યામાં છે. તે અમારા માણસો છે. અમારું કોઈ કાંઈ કરી લેશે નહીં. આઈએએસ/આઈપીએસ ઓફિસરો અમારે ત્યાં આવે છે. આમ કરીને માતબર રકમની જમીન મફતમાં પડાવી લેવાના ઈરાદાથી દસ્તાવેજો નહીં કરી આપતાં હોવાનું જાણવા મળેલ છે.

કંપનીના ડાયરેક્ટરોના કારણે મહેન્દ્ર ફડદુની આર્થિક સ્થિતિ, નાણાકીય સ્થિતિ બગડી ગયેલ છે. મહેન્દ્ર ફડદુ મારફતે બુકિંગ કરાવેલ લોકોને કંપની વતી મહેન્દ્ર ફડદુએ નાણા ચૂકવેલ છે છતાં કંપની અને તેના ડાયરેક્ટરો નીંભર થઈને તે રકમ ચુકવતા નથી કે કોઈ જવાબ આપતા નથી.

સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા મહેન્દ્ર ફડદુ

મહત્વનું છે કે, મહેન્દ્ર ફડદુ ક્લબ યુવીના સ્થાપક એમડી હતા. સરદારધામના ટ્રસ્ટી તથા સૌરાષ્ટ્ર ઝોનના સેક્રેટરી તરીકે ફરજ બજાવતાં હતા. આ ઉપરાંત ઉમિયા માતાજી મંદિર-સિદસરના ધ્વજારોહણ સમિતિના ચેરમેન હતા અને મંદિરમાં કારોબારી સમિતિના સભ્ય તરીકે પણ સેવા આપતા હતા. વીવાયઓ-શ્રીનાથ ધામ હવેલીમાં પ્રમુખ તરીકે સેવા આપતા હતા, ફિલ્ડમાર્શલ વાડી, સ્પીડવેલ પાર્ટી પ્લોટ, પટેલ સેવા સમાજ, પટેલ પ્રગતિ મંડળ જેવી સંસ્થાઓમાં પણ સેવા આપી ચુક્યા છે. ગુજરાત બાર એસોસિએશન અમદાવાદના ઉપપ્રમુખ તથા શરાપી સહકારી મંડળીઓના ફેડરેશનના ચેરમેન તરીકે ફરજ બજાવતા હતા અને અનેક એનજીઓ, સહકારી સંસ્તાઓ, શૈક્ષણિક સંસ્થાઓમાં તેઓ ફરજ બજાવતા હતા.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments