Team Chabuk-Gujarat Desk: ભારતીય જળ સીમામાંથી વધુ એક વખથ હેરોઈનનો મોટો જથ્થો ઝડપાયો છે. હેરોઈન લઈને ઘૂસી રહેલા સાત ઈરાની માછીમારો હેરોઈનને મોટા જથ્થા સાથે ઝડપાયા છે. વધુ એક વખત ભારતીય જળ સીમામાં હેરોઈન લઈને ઘૂસી રહેલા ઈરાની માછીમારોને પકડવામાં ભારતીય તટરક્ષક દળને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. ATS અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગઈકાલે મોડી રાત્રે 7 ઈરાની માછીમારો હેરોઈનના જથ્થા સાથે પકડાયા છે. ઉલ્લેખનીય છે કે, હજુ પાંચ દિવસ પહેલા જ મુન્દ્રા પોર્ટ પર ડીરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સની ટીમ દ્વારા ઈરાનથી આવેલો 2800 કિલો હેરોઈનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જેની બજાર કિંમત 8500 કરોડ હોવાનું કહેવાય છે.
છેલ્લા ઘણા સમયથી ગુજરાતની દરિયાઈ સરહદો ડ્રગ્સ ઘૂસાડવા માટેની સુરક્ષિત જગ્યા બની ગઈ હોય તેમ કચ્છના દરિયાઈ કાંઠે ડ્રગ્સ ઘૂસાડવાના કિસ્સા વધી રહ્યાં છે. પહેલા પાકિસ્તાન બાદ હવે ગલ્ફના દેશો ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડી રહ્યાં છે. ગુજરાતમાં ઈરાનથી ડ્રગ્સ સાથેના કન્ટેઈનર આવી રહ્યાં છે. જેથી ભારતીય જળ સીમામાં ભારતીય કોસ્ટગાર્ડનું સંયુક્ત સર્ચ ઓપરેશન શનિવારે મોડી રાત્રે હાથ ધરાયુ હતું. ગઈકાલે મોડી રાત્રે 7 ઈરાની માછીમારો બોટ અને હેરોઈન સાથે ઝડપાઈ ગયા છે. આવતીકાલ સુધીમાં ગુજરાત ATS ખાતે તમામ માછીમારોને લાવવામાં આવશે. આ મામલે ગુજરાત ATS વધુ તપાસ હાથ ધરશે. ગુજરાત ATSના dysp ભાવેશ રોજીયાએ આ અંગેની માહિતી આપી હતી.

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં ભારતીય જળસીમામાંથી 50 કિલો હેરોઈન ઝડપાયુ છે. આ સાથે જ 7 ઈરાની નાગરિકોની પણ ધરપકડ કરાઈ છે. આ ઈરાની માછામીરો ફિશિંગ બોટમાં હેરાઈનનું સપ્લાય કરતા હતા. આશરે 250 કરોડના હેરોઈનનો જથ્થો ઝડપાયો હોવાનું કહેવામાં આવ્યું છે.
મહત્વનું છે કે, પાંચ દિવસ પહેલા જ મુદ્રા પોર્ટ પર ટેલ્કમ પાવડરની આડમાં ડ્રગ્સ લવાતું હોવાની બાતમી મળી હતી. મુન્દ્રા પોર્ટ પર ડીરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સની ટીમ દ્વારા ડ્રગ્સ આયાત થયાની બાતમીના આધારે ટીમે બે કન્ટેનર રોકીને તપાસ કરાઈ હતી. આ બંને કન્ટેનરમાં ટેલ્કમ પાવડરની આડમાં ડ્રગ્સનો જથ્થો હોવાનુ સામે આવ્યુ હતું. મુન્દ્રામાં એક કન્ટેનરમાંથી હજારો કરોડનું અફઘાન હેરોઈન ઝડપાતાં ખળભળાટ મચી ગયો છે. કન્ટેઈનરમાંથી ૩૮ બેગ ભરીને હેરોઈન મળ્યું હતું. હેરોઈન અફઘાનિસ્તાનું હોવાનું અને કંદહારની હસન હુસેન લિમિટેડ નામની એક્સપોર્ટર પેઢીએ માલ લોડ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ હેરોઈન ક્યાં લઈ જવામાં આવતું હતં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત