Team Chabuk-Cinema Desk: બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ થલાઈવી રિલીઝ થઈ છે. અભિનેત્રી તેના પ્રદર્શનથી સંતુષ્ટ નથી. થલઈવી સફળ થઈ પણ કંગનાને આનન્દ નથી આવી રહ્યો. આખરે કળાનું મહત્વ છે પણ વાણિજ્યનુંય મહત્વ છે. અભિનેત્રીએ હોલિવુડના અભિનેતા રયાન રેનૉલ્ડ્સને લઈ તીવ્ર પ્રતિક્રિયા આપી છે. હાલમાં જ રેનૉલ્ડ્સે એક પ્રમોશન વીડિયોમાં ભારતીય દર્શકોને સંબોધિત કરી પોતાની ફિલ્મ ફ્રી ગાયનું પ્રમોશન કર્યું હતું. જેમાં તેણે આ ફિલ્મ બોલિવુડ ફિલ્મ જેવી જ છે એમ પણ જણાવ્યું હતું.
રેનૉલ્ડ્સ વીડિયોમાં જણાવે છે કે, ‘જો તમે વિચારી રહ્યા છો કે હોલિવુડ બોલિવુડની નકલ કરી રહ્યું છે…. તો તેનો જવાબ હામાં છે. અમને કોઈ શર્મ નથી. તેમાં કોઈ શરમની વાત નથી.’ કંગનાએ રેનૉલ્ડ્સના નિવેદન અંગે પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં હોલિવુડ ફિલ્મો બોલિવુડની સ્ક્રિન ચોરી જતી હોવાનું કહ્યું હતું.
કંગનાએ હાલમાં જ ભારતીય ફિલ્મો પર હોલિવુડ ફિલ્મો ભારે પડી રહી હોવાની ચિંતા વ્યક્ત કરી હતી. પીટીઆઈની રિપોર્ટ અનુસાર કંગના રનૌતે હાલમાં જ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, આપણે અમેરિકી અને અંગ્રેજી ફિલ્મોને ડિસ્કરેજ કરવાની જરૂર છે, કારણ કે એ આપણી સ્ક્રિન પર કબ્જો જમાવી રહ્યા છે. આપણે એક રાષ્ટ્રની માફક વ્યવહાર કરવાની જરૂર છે. આપણે ખૂદને ઉત્તર ભારત કે દક્ષિણ ભારતમાં વહેંચવાનું બંધ કરવું પડશે. આપણે પ્રથમ આપણી પોતાની ફિલ્મોનો આનંદ ઉઠાવવાની જરૂર છે. જે પછી ભલે મલયાલમ, તેલુગુ, તમિલ કે પંજાબી હોય.
કંગના રનૌતનું કહેવું છે કે, હોલિવુડ પોતાના એકાધિકારની સાથે ફ્રેન્ચ, ઈટાલી, જર્મન અને અન્ય ફિલ્મ ઉદ્યોગને તબાહ કરી રહ્યો છે. તેઓ અહીં પણ આ જ કરી રહ્યા છે. આપણે એકબીજાની સરાહના નથી કરતા પણ લાયન કિંગ કે જંગલ બુકના ડબ વર્ઝનને જોઈએ છીએ. જોકે આપણે કોઈ મલયાલમ ફિલ્મના ડબ વર્ઝનને તક નથી આપતા. આપણે આપણા લોકો અને ઉદ્યોગ જગતને પ્રાથમિકતા આપવી જોઈએ. આ એક આત્મનિર્ભર ભારત બનવાની પદ્ધતિ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત