Homeગુર્જર નગરીભરૂચઃ ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, ચાર યુવકના મોત, ચારેય માતા-પિતાના એકના...

ભરૂચઃ ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, ચાર યુવકના મોત, ચારેય માતા-પિતાના એકના એક સંતાન હતા

Team Chabuk-Gujarat Desk: ભરૂચના કેલોદ નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં ચાર યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા છે. આમોદના સુડી ગામના એક જ ફળિયામાં રહેતા યુવાનોને અકસ્માત નડ્યો હતો. ભરૂચ નોકરી પરથી પરત ફરતા હતા ત્યારે કેલોદ પાસે યુવાનોને અકસ્માત નડ્યો. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવકો પરિવારના એકના એક સંતાન હતા.
(1)મુસ્તકીમ મહ્યુદ્દીન દીવાન-ઉમર 25 વર્ષ
(2)સાકીર યુસુફ પટેલ- ઉમર 21 વર્ષ
(3) ઓસામા રહેમાન પટેલ-ઉમર 19 વર્ષ
(4) મહંમદ મકસુદ પટેલ- ઉંમર 20 વર્ષ

આમોદના સુડી ગામના એક જ ફળિયાના ચાર યુવાનોના મોતને પગલે ગામમાં માતમ છવાયો છે. આમોદના સુડી ગામના કોળી ફળિયામાં રહેતા યુવાનો ભરૂચ નોકરી પર ગયા હતા. ભરૂચના રવિ રત્ન મોટર્સમાં અને શોરૂમમાં કામ કરતા ચારેય યુવાનો ઘરે જવા અલ્ટો કાર લઈ નીકળ્યા હતા. ત્યાંજ કેલોદ ગામની ભૂખી પાસે સામેથી આવતા હાઈવા ટ્રક જી.જે.૧૬ એ.ડબ્લ્યુ 0093 અને અલ્ટો કાર નંબર જી.જે. 16 ડી.સી. 7408 વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને એક પણ યુવકને કારમાંથી બહાર નીકળવાનો મોકો પણ મળ્યો ન હતો. ચારેય યુવાનો માતા પિતાના એક જ સંતાન હોવાની પરિવારમાં આક્રંદ છવાયો છે. મળતી માહિતી મુજબ ટ્રક નંબર GJ 16 AW 0093 ના ચાલકે જંબુસરથી ભરૂચ રોડ સીંગલ પટ્ટી રોડ હોવાનું જાણવા છતા પોતાન હાઇવા ટ્રકને રોન્ગ સાઇડ ઉપર હંકારી સામેથી આવતી અલ્ટો કાર નંબર GJ 16 DC 7408 ની સાથે અથડાવી અકસ્માત કર્યો હતો.

Bharuch Car Accident

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments