Team Chabuk-Gujarat Desk: સુરતમાં એક શિક્ષિકાએ માસૂમ બાળકીને રાક્ષસી ત્રાસ આપ્યો. શિક્ષિકાએ જુનિયર કેજીની એક વિદ્યાર્થિનીને એટલા લાફા માર્યા કે લોકો વીડિયો જોઈએ મોઢામાં આંગળા નાખી ગયા. શિક્ષિકાના અત્યાચારનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં શિક્ષિકા વિદ્યાર્થિનીને એક પછી એક 35 જેટલા લાફા ઝીંકી દે છે.
મહત્વનું છે કે, શાળામાં ગુરુ તરીકે શિક્ષકનું કામ તેમના શિષ્યોને જ્ઞાન આપવાનું છે અને બાળકોનું ભવિષ્ય ઉજળુ બનાવવાનુ છે. પરંતુ આ વીડિયો જોઈએ વાલીઓની ચિંતા વધી છે અને આ શિક્ષિકા વિરુદ્ધ કડકમાં કડક સજા કરવાની માગણી કરી છે.

જૂનિયર કેજીમાં અભ્યાસ કરતી માત્ર 4 વર્ષની બાળકીને વર્ગમાં શિક્ષકે પીઠ પર 35 વાર અને ગાલ પર 2 વાર થપ્પડ મારી હોવાનું કેમેરામાં કેદ થયું છે. ઘરે જઈને બાળકીની હાલત લથડતા માતા-પિતાએ બાળકીની પૂછપરછ કરી હતી. જેમાં બાળકીએ શિક્ષિકા પર માર મારવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ પ્રાથમિક તપાસમાં સીસીટીવી ચેક કરતા શિક્ષિકાની ક્રૂર હરકત સામે આવી હતી.
આ મામલે બાળકીના વાલીએ શિક્ષિકા સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. બાળકી પર આ પ્રકારની ક્રૂરતાનો વીડિયો વાયરલ થયા બાદ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ તાત્કાલિક જિલ્લા શિક્ષણાધિકારીને શાળામાં મોકલીને આ મામલે તપાસ શરૂ કરી છે. શિક્ષિકાને સસ્પેન્ડ કરી દેવાઈ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત