Homeગુર્જર નગરીફરી ઝડપાયું રક્તચંદન: મુન્દ્રાથી રક્તચંદનની પુષ્પા સ્ટાઈલમાં દુબઈ નિકાસ કરવાની હતી, DRIએ...

ફરી ઝડપાયું રક્તચંદન: મુન્દ્રાથી રક્તચંદનની પુષ્પા સ્ટાઈલમાં દુબઈ નિકાસ કરવાની હતી, DRIએ પ્લાન પર આવી રીતે ફેરવ્યું પાણી

Team Chabuk-Gujarat Desk: મુંદ્રા પોર્ટ પર એમઆઈસીટીમાં DRIએ કરોડો રૂપિયાના ચંદનની દાણચોરી ઝડપી પાડી છે. DRIએ ચોખાની આડમાં એક્સપોર્ટ થવા જતા ત્રણ કરોડની કિંમતના રક્તચંદનના જથ્થાને ઝડપી પાડ્યું હતું. મોડી રાત સુધી ચાલેલા આ ઓપરેશનમાં કુલ રક્તચંદનના 177 લોગ્સ જપ્ત કરાયા હતા.

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે બુધવારે સાંજે લુધીયાણાની એક્સપોર્ટ થવા આવેલા એક કન્ટેનરને રોકીને તપાસ હાથ ધરી હતી.. આ કન્ટેનરમાં નોન બાસમતી રાઈસનો જથ્થો હોવાનું ડિક્લેરેશન હતું, પરંતુ તેની જગ્યાએ કાંઈક બીજુજ જતું હોવાના ઈનપુટના આધારે કન્ટેનરને એમઆઈસીટીમાં રોકાવીને ડીઆરઆઈની ટીમે તપાસ હાથ ધરી હતી.

કન્ટેનરમા તપાસ કરતા અંદરથી ચોખાની બોરીઓ વચ્ચે છુપાવેલા રક્તચંદનના ટિમ્બર લોગ્સ મળી આવ્યા હતા. મોડી રાત સુધી ચાલેલી ગણનાના અંતે કુલ 177 રક્તચંદનના લોગ્સ હોવાનું સામે આવ્યું હતું.

આ રક્તચંદનના જથ્થાનું કુલ વજન 5.4 ટન જેટલું હોવાનું સામે આવ્યું હતું. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમતો અનુસાર ત્રણ કરોડ જેટલી કિંમત આંકવામાં આવવી છે. આ જથ્થઆને કબજે લઈ DRIએ વધુ તપાસ શરૂ કરી છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ જથ્થો લુધીયાણાથી આવ્યો હતો અને દુબઈ માટે એક્સપોર્ટ થવાનો હતો.  ઉલ્લેખનીય છે કે, ડીઆરઆઈએ બે મહિના પહેલાજ મુંદ્રા પોર્ટથી 6 કરોડ જેટલી કિંમત ધરાવતું લાલચંદન ઝડપ્યું હતું. આરોપીઓ આ ચંદનને બ્રાસના ડિક્લેરેશન સાથે નિકાસ કરવાની ફિરાકમાં હતા.

તાજેતાજો ઘાણવો


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments