Homeગુર્જર નગરીમુખ્યમંત્રી પણ અને મંત્રીમંડળ પણ જૂની સરકાર કરતાં છ વર્ષ જુવાન

મુખ્યમંત્રી પણ અને મંત્રીમંડળ પણ જૂની સરકાર કરતાં છ વર્ષ જુવાન

Team Chabuk-Gujarat Desk: આખરે ગઈકાલે સિનીયરોની વિદાય અને જુનિયરોના વિધિવત પ્રવેશની સાથે નવનિર્વાચિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે કેબિનેટની પ્રથમ મીટીંગ પણ કરી લીધી. પરમ દિવસે શપથવિધિ થવાની હતી પણ આંતરિક કલહના કારણે કાર્યક્રમમાં બદલાવ આવ્યો હતો. આખરે જૂનાજોગીઓની ઘર વાપસી કરીને નવાઓને સ્થાન આપતું મંત્રીમંડળ બની ગયું.

ભૂપેન્દ્ર પટેલના આ મંત્રીમંડળની ખાસિયત એ છે કે તેમાં વિજયભાઈ રૂપાણીની ટીમ કરતા યુવાઓ વધારે છે. રૂપાણી સરકારમાં 59.43 વર્ષ સરેરાશ વય હતી જ્યારે નવા મુખ્યમંત્રીની સરકારમાં 53.48 વર્ષ છે. આંકડાઓના તફાવતને જોતા નવી સરકાર જૂની સરકાર કરતાં 6 વર્ષ યુવાન છે. વિજયભાઈની વય પણ 65 વર્ષી હતી જ્યારે હાલના મુખ્યમંત્રીની ઉંમર 59 વર્ષની છે. આ બંનેની વયમાં પણ 6 વર્ષનો જ તફાવત છે.

ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં નાણામંત્રી બનેલા કનુભાઈ દેસાઈ સિત્તેર વર્ષની ઉંમર ધરાવે છે. જ્યારે સૌથી યુવાન સુરતના અને હવે ગૃહમંત્રી હર્ષ સંઘવી છે. રાજેન્દ્ર ત્રિવેદી કાયદાનો હોદ્દો સંભાળ્યો છે અને તેમની વય 67ની છે. નિમીષા બહેન સુથારની વય 38 વર્ષની છે. તફાવત પર નજર નાખવામાં આવે તો રૂપાણી સરકારમાં યોગેશભાઈ પટેલ 73 વર્ષની વયના સૌથી વયસ્ક મંત્રી હતા. તેઓ નર્મદા અને શહેરી આવાસ વિભાગ સંભાળતા હતા. જ્યારે સૌથી યુવા જયેશભાઈ રાદડીયા હતા. જેઓ 39 વર્ષની વયના હતા.

હવે ભુપેન્દ્રભાઈની પાસે યુવાઓની ફોજ છે તો તેમણે કામગીરી પણ એટલી ઝડપથી કરવી પડશે. ઝડપથી નિર્ણયો લેવા પડશે અને તમામ નિર્ણયો સામાન્ય લોકોને અસર કરતા હોવા જોઈએ, તેમના ફાયદાના હોવા જોઈએ, કારણ કે કોરોનાની થપાટ બાદ મોંઘવારીની ઝાપટે જનતાને ચોધાર આંસુએ રોવડાવ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments