Homeગુર્જર નગરીનિર્લજ્જતા: વલસાડમાં વિઘ્નહર્તાના આયોજનમાં બાર ડાન્સરોના ઠુમકા

નિર્લજ્જતા: વલસાડમાં વિઘ્નહર્તાના આયોજનમાં બાર ડાન્સરોના ઠુમકા

Team Chabuk-Gujarat Desk: વિઘ્નહર્તાની યાદમાં લોકો ગણેશજીના ગીતો વગાડી મનની શાંતિ અને આપણી આસપાસ રહેલા લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરતા હોય છે. હવે ચિત્ર થોડું બદલ્યું છે. પહેલા ગાઈને સ્તુતિ કે પ્રાર્થના કરવામાં આવતી હતી હવે તેનું સ્થાન ડીજેએ લીધું છે. આ વચ્ચે વલસાડના પારડીમાં તો માજા મૂકી દેવામાં આવી છે. કોઈએ કલ્પનામાં પણ ન વિચાર્યું હોય તેવી અહીં ગણેશચતુર્થીની ઉજવણી થઈ રહી હતી. યૂપી અને બિહારથી બે બાર ડાન્સર મંગાવવામાં આવી હતી અને તે ઠુમકા લગાવી રહી હતી. આ શર્મનાક હરકતનો વીડિયો પણ વાઈરલ થતાં ગણેશભક્તોમાં રોષ પ્રવર્તી ઉઠ્યો હતો.

ઘટના બની હતી વલસાડ જિલ્લાના પારડી જીઆઈડીસીની બાજુમાં આવેલ ઈશ્વરનગર સોસાયટીમાં. જ્યાં સાત દિવસ સુધી વિઘ્નહર્તાની ઉજવણીનું આયોજન સોસાયટીના આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું. પણ આ આયોજનમાં અશ્લીલતાનો રંગ ભળી ગયો હતો. બુધવારના રોજ અહીં ઉત્તર પ્રદેશ અને બિહારથી બાર ડાન્સર બોલાવવામાં આવી હતી. જેણે કાર્યક્રમમાં ઠુમકા લગાવ્યા હતા. ઠુમકાઓનો આ વીડિયો વાઈરલ થઈ પારડી પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હતો અને તેમણે કાર્યવાહી કરતાં ત્રણ ડાન્સર સહિત કુલ નવ લોકોની ધરપકડ કરી હતી.

પોલીસે ગણેશ ઉત્સવમાં ઠુમકા લગાવતી બે યુવતીઓ અને આયોજક મોતીલાલ શર્મા સહિત ચારની સામે કાર્યવાહી હાથ ધરી હતી. આ માટે ઉપયોગમાં લેવામાં આવેલા માઈક, લાઉડ સ્પીકર સહિતની વસ્તુઓ પણ પોલીસે કબ્જે કરી હતી. પોલીસે આ પ્રકારના જાહેર કાર્યક્રમોની પરવાનગી ન હોવા છતાં કાર્યક્રમ કરતા અને કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરતા કાર્યવાહી કરી હતી. દર્શકગણ મન ભરીને ઠુમકા કાર્યક્રમ માણી રહ્યા હતા ત્યારે અચાનકથી પોલીસની એન્ટ્રી થઈ ગઈ હતી અને તેમણે કાર્યક્રમ બંધ કરાવ્યો હતો. પોલીસ આવી જવાના કારણે કેટલાય રફુચક્કર થઈ ગયા હતા.

વિઘ્નહર્તાના મંડપમાં ભોજપુરી ગીતો ચાલુ કરી ઠુમકા લેનારી યુવતીઓ પર નોટ ઉડતી હતી. સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા પણ ઉડ્યા હતા. ગણેશજીના કાર્યક્રમમાં તો નાના બાળકો પણ સામેલ હોય, એવામાં બાળકોના માનસ પર ખરાબ અસર પહોંચે તેવી પણ આ ઢગાઓને ખબર નહોતી. હાલ તો ઠુમકાપ્રિય એવા લોકોની રાત પોલીસ સ્ટેશનમાં પસાર થઈ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments