Team Chabuk-Gujarat Desk: સુરતમાં ગ્રીષ્મા વેકરીયાની હત્યા બાદ શહેરમાં ચાલતા કાફે, સ્મોકિંગ ઝોન, કપલ બોક્સ બંધ કરવા માંગ ઉઠી છે. સુરતના કામરેજના પૂર્વ ધારાસભ્ય પ્રફુલ્લ પાનસેરિયાએ પોલીસ કમિશનરને પત્ર લખી શહેરમાં ચાલતા આવા સ્મોકિંગ ઝોન, સ્પેશિયલ કેબીન બંધ કરવા રજુઆત કરી છે.
પૂર્વ ધારાસભ્ય પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું કે, શહેરમાં પાનના ગલ્લાઓમાં અને અન્ય સ્થળોએ સ્મોકીંગ ઝોન ચાલતા હોય છે. ઘણા વિસ્તારોમાં પાનના ગલ્લાની પાછળ સ્પેશ્યલ કેબિન બનાવી યુવાનો, કોલેજના વિદ્યાર્થીઓ અને ટીનએજરોને વ્યસનના રવાડે ચડાવી નશાખોર બનાવવામાં આવી રહ્યા છે. જેથી તેઓ તાજેતરમાં બનેલી ઘટનાઓ જેવી ઘટનાઓને પણ અંજામ આપે છે.

અગાઉ પણ બંધ થયા હતા સ્મોકિંગ ઝોન
પૂર્વ ધારાસભ્ય પ્રફુલ્લ પાનસેરિયાએ પત્રમાં જણાવ્યું છે કે, પાંચ થી છ વર્ષ પહેલા મે વરાછા, પુણા, યોગી ચોક વિસ્તારમાં આવા પાનના ગલ્લાઓ અને સ્મોકીંગ ઝોન પોલીસના સહયોગથી બંધ કરાવ્યા હતા. પણ હમણા આવા ગલ્લાઓ ધમધમી રહ્યા છે.
પાનના ગલ્લા રાત્રે 10 વાગે બંધ
શહેરના દરેક વિસ્તારમાં આવા સ્થળો પર એક સાથે રેડ પાડી આવા તત્વોને સબક શીખવાડવામાં આવે. અને શહેરના દરેક પાનના ગલ્લાઓ રાત્રે ૧૦ કલાકે બંધ કરાવી દેવામાં આવે અને ત્યાં પોલિસનું સતત રાઉન્ડ અપ રહે એવી મારી વિનંતી છે. આ ઉપરાંત યોગીચોક પુણા વિસ્તારમાં નહેરવાળા રોડ ઉપર ઘણી ઈંડાઓની લારીઓ આવેલી છે ત્યાં પણ આવા પ્રકારના દુઃષણો હોય છે તે પણ બંધ કરાવવામાં આવે તેવી માંગ કરી છે.
હત્યારાને ઝડપી સજા કરવાની ઉઠી માગ
આ ઉપરાંત સુરતના અનેક સેવા ભાવી સંગઠનો, સમાજ અગ્રણીઓ એ પણ આ પ્રકારની માગ કરી હત્યારાને ઝડપથી સજા કરવામાં આવે એવી માંગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સુરતમાં બનેલી બાળકીના હત્યારા અને બળાત્કારીને સાત જ દિવસમાં ફાંસીની સજા અપાવી સમગ્ર ભારતમાં સુરતની પોલિસે પ્રશંસનિય કાર્ય કર્યુ છે તે અભિનંદનને પાત્ર છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત