Homeગુર્જર નગરીધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, 691 વિદ્યાર્થીઓને જ A1 ગ્રેડ મળ્યો

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, 691 વિદ્યાર્થીઓને જ A1 ગ્રેડ મળ્યો

Team Chabuk-Gujarat Desk: ગુજરાત બોર્ડના ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. કોરોના કાળમાં પરીક્ષા ન લેવાઈ હોવાથી રાજ્ય સરકારે માસ પ્રમોશન આપ્યું હતું. જેથી ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ આવ્યું છે. હાલ આ પરિણામ બોર્ડની વેબસાઈટ પર માત્ર શાળાઓ જ જોઈ શકે છે. શાળાઓ દ્વારા પરિણામની પ્રિન્ટ કોપી કાઢીને વિદ્યાર્થીઓને આપવામાં આવી રહી છે. સવારથી જ રાજ્યભરના શાળાઓ ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓ પરિણામ લેવા માટે પહોંચી રહ્યા છે.

ગ્રેડ મુજબ વિદ્યાર્થીઓની સંખ્યા

વિદ્યાર્થીઓની સંખ્યામેળવેલ ગ્રેડ
691A1
9455A2
35,288B1
82,010B2
1,29,781C1
1,08,299C2
28,690D
5885E1
28E2

ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 2 લાખ 10 હજાર 375 વિદ્યાર્થીઓ અને 1 લાખ 89 હજાર 752 વિદ્યાર્થિનીઓ નોંધાઈ છે. માસ પ્રમોશનને કારણે કુલ 4 લાખ 127 રેગ્યુલર વિદ્યાર્થીઓનું પરિણામ આજે જાહેર થયું છે. હાલ વિદ્યાર્થીઓને શાળામાં સહી સિક્કા સાથે પરિણામ આપવામાં આવી રહ્યા છે. પરિણામની માત્ર અત્યારે પ્રિન્ટ કાઢીને અપાઈ રહી છે. પ્રિન્ટ કરેલ માર્કશીટ પર શાળાના સહી સિક્ક કર્યા બાદ જ માર્કશીટ આગળ પ્રવેશ માટે માન્ય ગણાશે. અત્યારે માત્ર કાચી માર્કશીટ આપવામાં આવી છે. પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા માર્કશીટ આપવામાં આવે તે બાદ વિદ્યાર્થીઓને ઓરિજનલ માર્કશીટ આપવામાં આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments