Team Chabuk-Gujarat Desk: આજે સમગ્ર રાજ્યનું 10મા ધોરણનું પરિણામ જાહેર થયું છે. જેમાં જૂનાગઢ જિલ્લાનું 66.25 ટકા પરિણામ આવ્યું છે. જૂનાગઢ જિલ્લામાં આલ્ફા સ્કુલમાં અભ્યાસ કરતા ખેતીકામ કરતા ખેડૂતના પુત્ર વિશ્વજીત પરમારે 99.99 PR મેળવી બોર્ડ અને જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યુ છે. વિશ્વજીતને 600માંથી કુલ 588 માર્ક મળ્યા છે. જેમાં ગણિત, વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનમાં 100 માંથી 100 માર્કસ પ્રાપ્ત કર્યા છે.
વિશ્વજીતે કહ્યું કે, સ્કુલની હોસ્ટેલમાં રહીને દરરોજ 14 કલાક જેવો અભ્યાસ કરતો હતો. શાળામાં વ્યક્તિગત અભ્યાસને લગતા મૂંઝવતા પ્રશ્નો માટે અલગથી શિક્ષકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવતુ જેના કારણે પરિણામમાં સફળતા મેળવી શક્યો છું. ભવિષ્યમાં ક્લાસ-1 ઓફિસર બનવાની ઈચ્છા છે.
ધોરણ 10માં જૂનાગઢ જિલ્લામાં કુલ 19,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 486 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 1694 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આમ સમગ્ર જિલ્લામાં 19,771 માંથી 13,098 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જ્યારે 2821 વિદ્યાર્થીઓએ B-1, 3475 વિદ્યાર્થીઓએ B-2, 3173 વિદ્યાર્થીઓએ C-1, 1382 વિદ્યાર્થીઓએ C-2, 66 વિદ્યાર્થીઓએ D અને 6674 વિદ્યાર્થીઓએ E-1 & 2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.
જિલ્લામાં સૌથી વધુ દિવરાણા કેન્દ્રનું 80.17 % ટકા અને સૌથી ઓછું શાપુર સોરઠ કેન્દ્રનું 37.87 % ટકા પરિણામ આવ્યું છે. જ્યારે જૂનાગઢ ગીરનાર કેન્દ્રનું 57.99 ટકા, જૂનાગઢ દાતાર 63.77 ટકા, કેશોદ 59.15 ટકા, માણાવદર 53.21 ટકા, માંગરોળ 62.27 ટકા, વિસાવદર 61.14 ટકા, માળીયાહાટીના 58.44 ટકા, ભેસાણ 70.78 ટકા, મેંદરડા 76.62 ટકા, ચોરવાડ 60 ટકા, રાણપુર સોરઠ 57.99 ટકા, મજેવડી 69.21 ટકા, ગડુ શેરબાગ 65.66 ટકા, જોષીપુરા 75.12 ટકા, અક્ષરવાડી (જૂનાગઢ) 74.59 ટકા, લોએજ 73.75 ટકા, સરડીયા 74.55 ટકા પરિણામ આવ્યું છે.
આજે જાહેર થયેલ પરિણામમાં જિલ્લામાં 7 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યુ છે. જ્યારે 6 શાળાઓનું પરિણામ શુન્ય(0) આવેલ છે. જિલ્લામાં 30 ટકાથી ઓછું પરિણામ 42 શાળાઓનું આવ્યુ છે. અત્રે નોંધનીય છે કે ગત સને.2020 માં લેવાયેલ ધો.10 ની પરીક્ષામાં જૂનાગઢ જિલ્લાનું પરિણામ 54 ટકા જેવું આવેલ જેની સામે આ વર્ષે 2022 માં 12 ટકા જેટલું વધીને 66 ટકા જેવું આવ્યુ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
