Homeગુર્જર નગરીધોરણ 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 1 જુલાઈથી શરૂ થશે પરીક્ષા

ધોરણ 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 1 જુલાઈથી શરૂ થશે પરીક્ષા

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં ધોરણ 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ચુક્યો છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. 1 જુલાઈથી પરીક્ષા શરૂ થશે. 1 જુલાઈથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1.40 લાખ અને સામાન્ય પ્રવાહના 5.43 લાખ મળીને કુલ 6.83 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે 1 જુલાઈથી રાજ્યભરમાં ધોરણ 12ની પરીક્ષા શરૂ થશે.

1 જુલાઈના રોજ વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ પેપર ફિઝિક્સનું અને સામાન્ય પ્રવાહમાં નામાના મૂળ તત્વો (એકાઉન્ટ)નું પેપર લેવામાં આવશે. આ પરીક્ષા 1 જુલાઈથી 16 જુલાઈ સુધી ચાલશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો સમય બપોરના 2.30 થી 6 વાગ્યા સુધીનો રહેશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનો સમય 2.30 થી 5.45 વાગ્યા સુધીનો રહેશે અને ધોરણ 10ની પરીક્ષાનો સમય સવારે 10.00  થી 1.15 વાગ્યા સુધીનો રહેશે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો કાર્યક્રમ

ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 10 (રીપિટર)ની પરીક્ષાનો કાર્યક્રમ

આ વર્ષે કોરોના મહામારીના કારણે પરીક્ષાના નિયમોમાં કેટલાક ફેરફાર પણ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી એક પરીક્ષા ખંડમાં 30 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવતા હતા પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે એક પરીક્ષા ખંડમાં 20 વિદ્યાર્થીઓને જ બેસાડવામાં આવશે. જે તાલુકામાં પરીક્ષા લેવા માટે વિદ્યાર્થીઓની સંખ્યા પૂરતી થઈ જશે તો તાલુકા મથકને પરીક્ષા કેન્દ્રની મંજૂરી આપવામાં આવશે. જેથી વિદ્યાર્થીને નજીકનું કેન્દ્ર મળી રહેશે. દરેક પરીક્ષા ખંડને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્ર પર સેનિટાઈઝેશન, સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, થર્મલ ગન વગેરે કોરોનાની એસઓપીનું પાલન કરવામાં આવશે.

આ પરીક્ષા દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ વિજ્ઞાન પ્રવાહ ભાગ-૧ ની પ૦ ગુણની બહુવિકલ્પ પ્રકારની (MCQ) OMR પદ્ધતિથી અને ભાગ-ર વર્ણનાત્મક લેખિત સ્વરૂપની પ૦ ગુણની પરીક્ષા ૩ કલાકની યોજવામાં આવશે. આ જ પ્રમાણે ધોરણ-૧ર સામાન્ય પ્રવાહમાં દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ ૧૦૦ ગુણની વર્ણનાત્મક લેખિત સ્વરૂપની ૩ કલાકની પરીક્ષા યોજવામાં આવશે. જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં કોરોનાના સંક્રમણના કારણે ગેરહાજર રહ્યા હોય કે પરીક્ષા દરમિયાન કોરોના સંબંધિત અથવા અન્ય અનિવાર્ય કારણોસર ગેરહાજર રહે તેવા વિદ્યાર્થીઓ માટે મૂળ પરીક્ષા એટલે કે તા.૧/૭/ર૦ર૧થી શરૂ થનાર પરીક્ષાના રપ દિવસ બાદ તમામ વિષયોની નવેસરથી, નવા સમયપત્રક અને નવા પ્રશ્નપત્ર આધારિત પરીક્ષા યોજવામાં આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments