Team Chabuk-Sports Desk: ક્રિકેટ વિશ્વકપ (World Cup)માં ફરીથી મોટો બદલાવ થવાનો છે. આ પરિવર્તન આંતરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ તરફથી કરવામાં આવશે. જાણકારી પ્રમાણે એક વખત ફરીથી 14 ટીમો ભાગ લેશે અને રાઉન્ડ રોબિનની જગ્યાએ સુપર સિક્સ ફોર્મેટના આધાર પર વિશ્વકપનું આયોજન કરવામાં આવશે. આઈસીસી આ ફોર્મેટ 2027ના વિશ્વકપમાં લાગુ કરશે.
વર્ષ 2003ના વિશ્વકપમાં (World Cup) સુપર સિક્સ ફોર્મેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વર્ષ 2019ના વિશ્વકપમાં રાઉન્ડ રોબિન ફોર્મેટ અપનાવવામાં આવ્યું હતું, જેમાં દસ ટીમે ભાગ લીધો અને એક ટીમે 9 મેચ રમી હતી. રિપોર્ટની માનવામાં આવે તો વર્ષ 2015, 2019 અને 2003માં સુપર સિક્સ મોડલ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં એ વાત સામે આવી કે 10 ટીમના મોડલ પર સૌથી વધારે ફાયદો થયો હતો. જ્યારે 2015ના મોડલમાં સૌથી ઓછો ફાયદો મળ્યો હતો. તો સુપરસિક્સ મોડલ બંનેની વચ્ચે રહ્યું હતું. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઈંગ્લેન્ડ વર્લ્ડકપને દસ ટીમો સુધી સિમિત રાખવાના પક્ષમાં નહોતું.
સુપરસિક્સ મોડલમાં 14 ટીમો બે ગ્રૂપમાં વિભાજીત થઈ જાય છે. બંને ગ્રૂપમાં એક ટીમ 6-6 મેચ રમે છે. બંને ગ્રુપની ટોપ ત્રણ ટીમો સુપરસિક્સ રાઉન્ડમાં પહોંચે છે. જે ટીમ પહેલા રાઉન્ડમાં સૌથી વધારે મેચ જીતે છે તેને સૌથી વધારે ફાયદો થાય છે, કારણ કે વધારે મેચ જીતવાના કારણે તેમના પોંઈન્ટ આગામી રાઉન્ડમાં પણ ગણવામાં આવે છે. સુપરસિક્સ સ્ટેજમાં એક ટીમ બીજી પાંચ ટીમો સામે મુકાબલો કરે છે અને એ પછી અંકોના આધાર પર ટોપ ચાર ટીમો સેમિફાઈનલમાં પહોંચે છે. વિશ્વકપના સુપરસિક્સ ફોર્મેટમાં કુલ 54 મેચ થશે જ્યારે 2019માં કુલ 48 મેચનું આયોજન થયું હતું.
2003માં ભારત હતું ફાઈનલમાં
વર્ષ 2003માં આફ્રિકામાં જ્યારે વિશ્વકપનું આયોજન થયું હતું ત્યારે ભારતની ટીમ ફાઈનલમાં હતી. ગાંગુલીના નેતૃત્વ હેઠળ લીગમાં મજબૂત પ્રદર્શન અને સેમિફાઈનલમાં કેન્યાની ટીમને હરાવી હતી. ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતને પરાજય આપ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત