Team Chabuk-Gujarat Desk: ગુજરાત ધોરણ 12 સામાન્ય પ્રવાહનું બોર્ડનું પરિણામ જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પર હાલ પરિણામ જોઈ શકશે. સવારે 8 વાગ્યાથી જ બોર્ડની વેબસાઈટ પર પરિણામ મૂકી દેવામાં આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું આ વર્ષે 86.91 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4 લાખ 22 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ વખતે આદિવાસી વસતી ધરાવતા ડાંગ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ આવ્યું છે. ડાંગ જિલ્લાનું સૌથી વધુ 95.41 ટકા આવ્યું છે જ્યારે શિક્ષણ નગરી કહેવાતા વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 76.49 ટકા પરિણામ આવ્યું છે.
સૌથી વધુ પરિણામ ધરાવતા 3 કેન્દ્ર- સુબીર, છાપી, અલારસા (100 ટકા)
સૌથી ઓછુ પરિણામ ધરાવતું કેન્દ્ર- ડભોઈ (56.43 ટકા)
સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો- ડાંગ (95.41 ટકા)
સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો- વડોદરા (76.49 ટકા)
આ વર્ષે રાજ્યમાં એક જ સ્કૂલમાં 10 ટકા કરતાં ઓછું પરિણામ આવ્યું છે. 1064 સ્કૂલોમાં 100 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થિનીઓનું પરિણામ 4.56 ટકા વધુ આવ્યું છે.
નિયમિત ઉમેદવારોનું પરિણામ- 86.91 ટકા
નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ- 84.67 ટકા
નિયમિત વિદ્યાર્થિનીઓનું પરિણામ- 89.23 ટકા
રિપિટર વિદ્યાર્થીઓનું પરિણામ- 45.45 ટકા

ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામ બાદ હવે ધોરણ 10ના પરિણામ પર સૌની નજર છે. ગઈકાલે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપી હતી કે ધોરણ 10નું પરિણામ 6 જૂનના રોજ એટલે કે સોમવારના રોજ જાહેર થશે.
આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ધોરણ 9 અને 11માં આ વર્ષે નાપાસ થનારા વિદ્યાર્થીઓને વધુ એક તક આપવામાં આવશે. એટલે કે શૈક્ષણિક વર્ષ 2021-22માં ધોરણ 9 અને 11માં નાપાસ થનારા વિદ્યાર્થીઓની રિ-ટેસ્ટ લેવામાં આવશે. 13 જૂનના રોજ જ્યારે શાળાઓ ખુલ્યા બાદ આ પરીક્ષા લેવાશે. જેથી નાપાસ થનારા વિદ્યાર્થીઓને એક વર્ષ બચાવવાની તક મળશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
