Team Chabuk-Gujarat Desk: માર્ગ અકસ્માતમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગરના લીંબડી-રાણપુર હાઈવે પર અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત નિપજ્યા છે. આ ગમખ્વાર અકસ્માત બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના વેજળકા ગામ પાસે સર્જાયો છે. વેજળકા ગામ પાસે અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત થયા છે. જેમાં બે પુરૂષ અને એક આઠ વર્ષના બાળકનો સમાવેશ થાય છે. ત્રણેયના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે.જ્યારે બે લોકોને ઈજા પહોંચી છે. આ માલ વાહક પીકઅપ વાનમાં પુસ્તકોથી ભરેલુ હતુ.
મળતી વિગતો પ્રમાણે લીંબડી-રાણપુર હાઈવે પર વેજળકા ગામ પાસે પીકઅપ વાનના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી હાઈવેથી નીચે ઉતરી ગઈ હતી. જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં ચુડા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે અકસ્માતમાં ઈજાગ્રસ્ત થનારને ચુડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
